ભરવાડ સમાજનું ગૌરવ – પ્રજા ચિંતક ગીરીશકુમાર સરૈયા ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ
Views 376

મોરબી–વાંકાનેર પંથકમાં પોતાની કાબેલિયત, પ્રામાણિકતા અને જનહિતકારક કાર્યશૈલીથી આગવું સ્થાન બનાવનાર વાંકાનેર નગરપાલિકાના પૂર્વ ચીફ ઓફિસર અને હાલ ધ્રોલ નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવી રહેલા ગીરીશકુમાર સરૈયા નો 25 ફેબ્રુઆરીના રોજ જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓની વર્ષા થઈ રહી છે.ગીરીશકુમાર સરૈયા માત્ર એક વહીવટી અધિકારી જ નથી, પરંતુ તેઓ પ્રજા ચિંતક, શિક્ષણપ્રેમી અને માનવતાવાદી વ્યક્તિત્વ તરીકે પણ ઓળખાય છે. શિક્ષણ ક્ષેત્રે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાયતા કરવી હોય, ગરીબ પરિવારને સહારો આપવો હોય કે પશુ-પક્ષી પ્રત્યે સંવેદનશીલતા દર્શાવવી હોય – તેઓ હંમેશા આગળ રહેતા આવ્યા છે.


વાંકાનેરમાં ફરજ દરમિયાન શહેર વિકાસના વિવિધ કાર્યોમાં પારદર્શિતા અને ઝડપ લાવી, નગરપાલિકાની કામગીરીને નવી દિશા આપવાનો શ્રેય તેમને જાય છે. તેમની મિત્રસભર સ્વભાવ અને સૌજન્યપૂર્ણ વર્તનને કારણે દરેક વર્ગના લોકો સાથે સારો સમન્વય રહ્યો હતો.તાજેતરમાં ધ્રોલ નગરપાલિકામાં બદલી બાદ પણ તેઓ તત્પરતા અને નિષ્ઠાથી ફરજ બજાવી રહ્યા છે, જેના કારણે સ્થાનિક આગેવાનો અને નાગરિકો વચ્ચે તેમની પ્રતિષ્ઠા વધતી જાય છે.ભરવાડ સમાજનું ગૌરવ સમા ગીરીશકુમાર સરૈયા ના જન્મદિવસ નિમિત્તે મોરબી, વાંકાનેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી શુભેચ્છકો દ્વારા અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.ઈશ્વર તેમને સારા આરોગ્ય, દીર્ઘાયુષ્ય અને પ્રજાહિતના કાર્યોમાં વધુ સફળતા અર્પે તેવી સર્વે હાર્દિક પ્રાર્થના કરી રહ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!