મોરબીમાં પવિત્ર રમજાનની ભાવના: ૬ વર્ષના માસૂમના રોજાથી સમાજમાં આનંદ અને પ્રેરણા
Views 64

(મોહસીન શેખ દ્વારા મોરબી) પવિત્ર રમજાન માસની પવિત્રતા વચ્ચે મોરબીની જમાદાર શેરીમાં રહેનાર ૬ વર્ષીય મહંમદ અલી અલ્તાફભાઈ શેખે પૂર્ણ રોજું રાખી શ્રદ્ધા અને સમર્પણનો સુંદર સંદેશ આપ્યો છે. નાની ઉંમરે આખો દિવસ ઉપવાસ પૂર્ણ કરી ઇબાદત કરનાર આ માસૂમ બાળક પ્રત્યે પરિવારજનો અને સમાજમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.શેખ સમાજ, સિપાઈ સમાજ સહિત સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા બાળકને શુભેચ્છાઓ પાઠવી તેનું મનોબળ વધારવામાં આવ્યું હતું. વડીલોએ જણાવ્યું કે આવી નાની ઉંમરે ધાર્મિક લાગણી અને સારા સંસ્કારો પ્રત્યેની લાગણી ખરેખર પ્રેરણારૂપ છે.રમજાન માસ ત્યાગ, સંયમ અને ઇબાદતનો સંદેશ આપે છે. આ પવિત્ર મહિનામાં મુસ્લિમ સમાજના યુવાનો, વડીલો, મહિલાઓ અને નાના બાળકો પણ ખુદાની બંદગી સાથે ઉપવાસ પાળી આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરે છે.આવા સકારાત્મક પ્રસંગો સમાજમાં એકતા, સંસ્કાર અને ધાર્મિક મૂલ્યોને મજબૂત બનાવે છે તેમજ નવી પેઢીને સારા માર્ગે દોરી જાય છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!