હળવદની તક્ષશિલા સંકુલનો CET પરિણામમાં દબદબોનૈતિક કિશોરભાઈ દલસાણિયા શાળાકક્ષાએ પ્રથમ, વિદ્યાર્થીઓની ઝળહળતી સફળતા
Views: 136
0 0
Read Time:2 Minute, 27 Second


હળવદની તક્ષશિલા સંકુલમાં ચાલતા નવોદય અને જ્ઞાનસેતુ કોચિંગ ક્લાસે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)ના પરિણામમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગૌરવ વધાર્યું છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરિણામમાં તક્ષશિલાના વિદ્યાર્થીઓએ મેરિટ યાદીમાં સ્થાન મેળવી સંસ્થાનો ડંકો વગાડ્યો છે.
આ પરીક્ષાના મેરિટ આધારે વિદ્યાર્થીઓ જ્ઞાનસેતુ સ્કોલરશિપ માટે નોંધણી કરી શકે છે તેમજ રક્ષાશક્તિ રેસિડેન્સીયલ સ્કૂલમાં નિઃશુલ્ક પ્રવેશનો લાભ મેળવી શકે છે. તક્ષશિલા સંકુલમાં નવોદય, સૈનિક સ્કૂલ અને CET માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવે છે, જેનું ફળ હવે સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે.


આ વર્ષના CET પરિણામમાં નૈતિક કિશોરભાઈ દલસાણિયાએ ૮૦ માર્ક્સ મેળવી શાળાકક્ષાએ પ્રથમ સ્થાન હાંસલ કરી ગૌરવ વધાર્યું છે. તેમની આ સિદ્ધિ સમગ્ર સંકુલ માટે પ્રેરણારૂપ બની છે.
તે ઉપરાંત કાઠિયા દિગ્વિજય, સૌમ્ય સિણોજિયા, વેદાંગ કણજરિયા, ગોહિલ દક્ષરાજ, ચાવડા હેતાંશી, સંઘાણી રુદ્ર, પટેલ હેત, વિવેક કણજરિયા, પ્રિન્સ મારડિયા, વંશ ધોળકિયા અને ઝાલા અભિરાજે પણ મેરિટમાં સ્થાન મેળવી ઝળહળતી સફળતા મેળવી છે.
રેન્કર વિદ્યાર્થીઓને શાળાના એમ.ડી. ડો. મહેશ પટેલ દ્વારા તિરંગાના ખેસ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાતી કોચ જયંતિભાઈ, ગણિત કોચ પ્રિન્સીબેન, અવંતિકાબેન, હેમાબેન તેમજ રિઝનિંગ કોચ એકતાબેને તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
તક્ષશિલા સંકુલની આ સફળતા શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ગુણવત્તાસભર માર્ગદર્શનનું ઉત્તમ ઉદાહરણ છે.
રિપોર્ટર: સંજય નંદેસરિયા, હળવદ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *