મોરબી જિલ્લામાં ભાજપનો ‘અભિવાદન સમારોહ’: નવા હોદેદારોને સન્માન અને સંગઠન મજબૂત બનાવવાનો સંકલ્પ
Views 84

મોરબી : ભારતીય જનતા પાર્ટી – મોરબી જિલ્લા દ્વારા નવા નિયુક્ત હોદેદારોના સન્માનાર્થે ‘અભિવાદન સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું છે. આવનાર રવિવાર, તા. 22/02/2026ના રોજ સાંજે 4 વાગ્યે આ કાર્યક્રમ યોજાશે.
કાર્યક્રમનું સ્થળ શ્રી કમલમ – મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય, ભક્તિનગર સર્કલ પાસે શક્ત રાણાણા, મોરબી રાખવામાં આવ્યું છે. જિલ્લા સંગઠન દ્વારા તમામ હોદેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કાર્યકર્તાઓ તથા શુભચિંતકોને ઉપસ્થિત રહેવા વિનંતી કરવામાં આવી છે.આ અભિવાદન સમારોહ દ્વારા નવા નિયુક્ત આગેવાનોને પ્રોત્સાહન આપવાની સાથે સંગઠનને વધુ મજબૂત બનાવવા અને આવનારા સમયમાં વિકાસલક્ષી કાર્યોને ગતિ આપવા સંકલ્પ લેવામાં આવશે. જિલ્લા ભાજપ પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમ સંગઠન એકતા અને કાર્યકર્તા સન્માનનું પ્રતિક માનવામાં આવી રહ્યો છે.જિલ્લામાં રાજકીય અને સામાજિક ક્ષેત્રે સક્રિય કાર્યકર્તાઓ માટે આ સમારોહ ઉત્સાહ અને નવી ઊર્જા પૂરું પાડનાર બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!