ભચાઉમાં ૫ વર્ષની ઉમેરા સમાણીનો અનોખો સંકલ્પ
Views: 204
0 0
Read Time:2 Minute, 8 Second

“‘પવિત્ર રમજાનમાં નાનકડી ઉંમરે ખુદાની બંદગીનો સુંદર સંદેશ”‘

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ સદ્દામબાપુ સૈયદ ગાંધીધામ :ભચાઉના હિંમતપુરા વિસ્તારમાં રહેતા મામદ જુસબ સમાણીની પાંચ વર્ષની દીકરી ઉમેરા સમાણીએ પવિત્ર રમજાન શરીફના પ્રથમ ચાંદથી જ બે રોજા રાખી ખુદાની બંદગી કરી સમાજમાં પ્રેરણાદાયક સંદેશ આપ્યો છે. નાની ઉંમરે ધીરજ, સંકલ્પ અને શ્રદ્ધાનો પરિચય આપતા ઉમેરાએ સૌના દિલ જીતી લીધા છે.કચ્છના રણ અને દરિયાઈ વિસ્તારમાં પણ રમજાન મુબારકની પવિત્રતા સાથે મુસ્લિમ સમાજના યુવાનો, વૃદ્ધો, મહિલાઓ અને નાના ભૂલકાઓ ઈબાદતમાં તલ્લીન રહ્યા છે. અંદાજે ૧૦ થી ૧૨ કલાક સુધી ભૂખ-પ્યાસનો ત્યાગ કરી ખુદાની બંદગી કરવી એ માત્ર ધાર્મિક ફરજ નહીં પરંતુ આત્મશુદ્ધિ અને સંયમનો સંદેશ છે.નાના બાળકો જ્યારે આ પવિત્ર મહિમામાં જોડાય છે, ત્યારે તે માત્ર પરંપરાનું પાલન નથી કરતા, પરંતુ સમાજને એકતા, શિસ્ત અને આધ્યાત્મિક મૂલ્યો તરફ દોરી જાય છે. માતા-પિતાની માર્ગદર્શન અને પ્રોત્સાહનથી બાળકોમાં ધાર્મિક ભાવના સાથે સંસ્કારનું બીજ વાવાય છે.આવા પ્રસંગો સમાજ માટે ગૌરવની બાબત છે. ઉમેરા સમાણી જેવી નાની દીકરીઓ સમાજને સંદેશ આપે છે કે શ્રદ્ધા અને સંકલ્પ માટે ઉંમર ક્યારેય અડચણ નથી.સમાજે આવા બાળકોને પ્રેમ અને પ્રોત્સાહન આપીને તેમના આત્મવિશ્વાસને વધારવો જોઈએ, જેથી આવતી પેઢી ધાર્મિક અને નૈતિક મૂલ્યો સાથે આગળ વધી શકે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *