મોરબીમાં આશાનું કિરણ: ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા 83 વર્ષીય વૃદ્ધને નવજીવન
Views: 89
0 0
Read Time:2 Minute, 20 Second

મોરબી શહેરની પ્રખ્યાત આયુષ હોસ્પિટલ માં ફરી એકવાર માનવતા અને નિષ્ણાત તબીબી સેવા નો ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યો. 10 ફેબ્રુઆરી, 2026 ના રોજ 83 વર્ષીય વૃદ્ધ દર્દી ઇમરજન્સી વિભાગમાં અર્ધબેભાન હાલતમાં લાવવામાં આવ્યા હતા. તેમની સ્થિતિ અત્યંત ગંભીર હતી—ઓક્સિજન લેવલ માત્ર 78%, અનિયમિત હૃદયધબકારા, લોહીની ઉલટી, આંચકી, બંને ફેફસાંમાં ગંભીર ચેપ અને એસ્પિરેશન ન્યુમોનિયા જેવી જીવલેણ પરિસ્થિતિ.દર્દીનું સોડિયમ લેવલ ખૂબ ઓછું હતું અને GCS લેવલ પણ ચિંતાજનક રીતે નીચું જણાતા શ્વસનક્રિયા અતિ ગંભીર બની ગઈ હતી. આવી વિકટ પરિસ્થિતિમાં ડો. સત્યજીતસિંહ જાડેજા સાહેબે ઝડપી અને ઉંડાણપૂર્વકનું નિદાન કરી દર્દીને તાત્કાલિક વેન્ટિલેટર પર મૂક્યા અને ક્રિટીકલ કેર હેઠળ સચોટ સારવાર શરૂ કરી.


ઉંમર અને એક સાથે અનેક ગંભીર બીમારીઓ હોવા છતાં, ડોક્ટરશ્રીની નિષ્ણાત સારવાર, સતત મોનિટરિંગ અને સમર્પિત ટીમવર્કના પરિણામે માત્ર એક અઠવાડિયામાં દર્દીની તબિયતમાં નોંધપાત્ર સુધારો થયો. અંતે તેમને સ્વસ્થ હાલતમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી — જે પરિવાર માટે ચમત્કાર સમાન ક્ષણ હતી.આ સફળતા માત્ર એક કેસ નહીં, પરંતુ આયુષ હોસ્પિટલમાં મળતી ગુણવત્તાસભર સારવારનો જીવંત દાખલો છે. ડો. સત્યજીતસિંહ જાડેજા સાહેબના નેતૃત્વમાં અનેક દર્દીઓને નવજીવન મળ્યું છે. તેમની સેવા, કરુણા અને તબીબી કુશળતા મોરબી અને કચ્છ જિલ્લાના લોકો માટે આશાનું કિરણ બની છે.ખરેખર, ભગવાનનું સ્વરૂપ ગણાતા ડોક્ટરોની નિષ્ઠા અને મહેનત જ્યારે દર્દીના જીવનમાં પ્રકાશ ભરે છે, ત્યારે સમાજનો વિશ્વાસ વધુ મજબૂત બને છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *