આત્મનિર્ભરતા તરફ દિશા દર્શાવતો પ્રેરણાદાય સેમિનાર: વિદ્યાર્થીનીઓમાં નવી ઊર્જાનો સંચાર
Views: 85
0 0
Read Time:2 Minute, 24 Second

ટંકારા તાલુકામાં યોજાયેલ પ્રેરણાત્મક સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા માર્ગદર્શકે પોતાના આગવા અને ઉર્જાસભર અંદાજમાં વિદ્યાર્થીનીઓને સંબોધતા પરીક્ષાની તૈયારી માટે અસરકારક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે ખાસ કરીને સમય વ્યવસ્થાપન આત્મવિશ્વાસ જાળવી રાખવાની રીતો અને માનસિક દૃઢતા વિકસાવવા અંગે સરળ અને પ્રાયોગિક સૂચનો આપ્યા હતા. તેમના પ્રેરક શબ્દોએ વિદ્યાર્થીની ઓ ના મનમાં રહેલો પરીક્ષાનો ભય દૂર કરી, નવી આશા અને ઉત્સાહનો સંચાર કર્યો હતો. “ડર નહીં, દૃઢ નિશ્ચય સાથે આગળ વધો” એ સંદેશ સાથે વિદ્યાર્થીનીઓમાં આત્મનિર્ભર બનવાની ભાવના વધુ મજબૂત બની હતી.આ પ્રસંગે સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટ ના કાર્યકારી પ્રમુખ પંચાણભાઈ ભૂત, મંત્રી ધનજીભાઈ ઝાલરીયા, ટ્રસ્ટીગણ, કેમ્પસ ડાયરેક્ટર તેમજ બીઆરસી કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ટંકારા તાલુકાની વિવિધ શાળાઓના આચાર્યો, શિક્ષકગણ, વાલીઓ અને મોટી સંખ્યામાંવિદ્યાર્થીનીઓએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.આ સેમિનાર દ્વારા વિદ્યાર્થીનીઓને આવનારી બોર્ડ પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ લાવવા માટે પ્રેરણા મળી હતી. સકારાત્મક વિચારસરણી, આત્મવિશ્વાસ અને સ્વઅનુશાસન દ્વારા જીવનમાં આગળ વધવાની દિશા સ્પષ્ટ બની હતી.ઉલ્લેખનીય છે કે, સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા દીકરીઓના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે આવા શૈક્ષણિક અને પ્રેરણાત્મક કાર્યક્રમો નિયમિતપણે યોજવામાં આવે છે, જે સમાજમાં આત્મનિર્ભર અને સંસ્કારી પેઢી નિર્માણ તરફ એક સકારાત્મક પગલું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *