આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં સારસ્વત S.V.S કક્ષાનું ગણિત -વિજ્ઞાન અને પર્યાવરણ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અમન લઘુમતી હાઇસ્કૂલમાં યોજાયું.
Views: 6
1 0
Read Time:2 Minute, 44 Second

જીસી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વલાસણ અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી આણંદ દ્વારા માર્ગદર્શિત તારાપુર તાલુકાનું સારસ્વત S.V.S કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન -2026-27 અમન લઘુમતી હાઈસ્કૂલમાંતા.13/10/2026 ના રોજ યોજાયું.
કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વલાસણ ગણિત વિજ્ઞાન વિષયના માર્ગદર્શક શ્રીમતી ઉત્પલાબેન પટેલ,આણંદ જિલ્લાશિક્ષણાધિકારીશ્રીની કચેરીમાંથી EI શ્રીમતી ધારાબેન દશોંદી,AEI શ્રીમતી પ્રિયંકાબેન કટારીયા,શ્રી ડો. મહેન્દ્ર ભાઈ અમીન આણંદ જિલ્લા સંચાલક મંડળ પ્રમુખ શ્રી કેતનભાઇ પટેલ મહામંત્રીશ્રી ગુ.રા. આચાર્ય સંઘ,શ્રી નિલેશભાઈ પટેલ પ્રમુખશ્રી આણંદ જિલ્લા આચાર્ય સંઘ કાર્યક્રમના મુખ્ય ઉદ્ઘાટક શ્રી યાસીન ભાઇ વ્હોરા વકીલ,પ્રમુખ શ્રી અમન ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ તારાપુર સારસ્વત S.V.S ના કન્વીનર શ્રી મયુરકુમાર વ્યાસ,નિર્ણાયકશ્રીઓ, અમન લઘુમતી હાઈસ્કૂલ આચાર્યશ્રી સમીરભાઈ તથા મંડળના અગ્રણીઓ અને સભ્યશ્રીઓ તથા અન્ય શાળામાંથી પધારેલા આચાર્યશ્રીઓ તથા શિક્ષકો અને બાળ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમની થીમ: ‘ટકાઉ અને વિકસિત ભારત માટે વિજ્ઞાન ટેકનોલોજી અને ઇનોવેશન પર બાળ વૈજ્ઞાનિકોએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી. વિદ્યાર્થીઓની કૃતિઓનું પ્રદર્શનને નિહાળ્યું હતું. કાર્યક્રમના અંતે નિર્ણાયક શ્રીઓના નિર્ણય રજુ કરાયા હતા.બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમના સફળ સંચાલન બદલ સારસ્વત S.V.S કન્વીનરશ્રી એમ આર વ્યાસ સાહેબ આભાર પ્રગટ કર્યો હતો.
રિપોર્ટ -મહમંદ રફીક જે દિવાન કિસ્મત આણંદ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *