ગોકુલધામ ઇન્ટરનેશનલ કેમ્પસ નારના ખેલાડીઓની નેશનલ કક્ષાએ પસંદગી
Views: 26
1 0
Read Time:2 Minute, 7 Second


ગોકુલધામ ઇન્ટરનેશનલ કેમ્પસ માટે ગૌરવની બાબત છે કે સ્કૂલના પાંચ પ્રતિભાશાળી રગ્બી ખેલાડીઓની નેશનલ કક્ષાની સ્પર્ધા માટે પસંદગી થઈ છે. પસંદગી પામેલા આ તમામ ખેલાડીઓ નવી દિલ્હી ખાતે યોજાનારી નેશનલ કક્ષાની રગ્બી સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
નેશનલ કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી પામેલા ખેલાડીઓ:1. દેવેશ દિનેશ ભુડિયા -અંડર-17
2. નુંગશિતોઇબા – અંડર-14
3. સુંદર શર્મા – અંડર-14
4. નેન્સી ભાવિક પટેલ – અંડર-17
5. 5. રિયા રાજેશભાઈ વણકર – અંડર-14
આ ખેલાડીઓએ જિલ્લા તથા રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પોતાની પ્રતિભા, મહેનત અને રમત પ્રત્યેની પ્રતિબદ્ધતા સાબિત કરી છે. સતત તાલીમ, શિસ્ત અને શ્રેષ્ઠ રમતગમત પ્રદર્શનના પરિણામે તેમને નેશનલ કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાની પ્રતિષ્ઠિત તક પ્રાપ્ત થઈ છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ ગોકુલધામ સંસ્થાના સ્વપ્નદ્રષ્ટા પ.પૂજ્ય શુકદેવપ્રસાદદાસજી સ્વામી, સ્કૂલના આચાર્યશ્રી દ્વારા તમામ ખેલાડીઓને અને કોચ પીન્કલ શીરોયાને નેશનલ કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવવામાં આવ્યા.આ ખેલાડીઓને નવી દિલ્હી ખાતે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ગોકુલધામ ઇન્ટરનેશનલ કેમ્પસ તથા સમગ્ર ગુજરાત નું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કરે તેવી શુભકામનાઓ…..
રિપોર્ટ -મહમંદ રફીક જે દિવાન કિસ્મત આણંદ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *