વાંકાનેરમાં ‘માર્કેટ ચોક કા રાજા’ ગણેશ મહોત્સવમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી
Views: 57
0 0
Read Time:1 Minute, 55 Second

મહાઆરતી, ૭૭ કિલોનો લાડુ અને રંગોળીથી ઉજવણી; દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના

વાંકાનેર: ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણીના સંચાલનમાં ‘માર્કેટ ચોક કા રાજા’ ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત ગણેશ પંડાલમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે દીવડા પ્રગટાવી મહાઆરતી કરવામાં આવી હતી. પંડાલમાં નરેન્દ્રભાઈ મોદીની આકર્ષક રંગોળી તૈયાર કરવામાં આવી હતી, જ્યારે ૭૭ કિલોનો લાડુ ગણેશજીને પ્રસાદરૂપે ધરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી હિરેનભાઈ પારેખ, વાંકાનેર નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ વોરા સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો, નગરપાલિકાના કાઉન્સિલરો, પક્ષના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. વાંકાનેર શહેર તથા તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો પણ કાર્યક્રમમાં જોડાયા હતા. ધાર્મિક આસ્થા અને જાહેર ભાગીદારીના માહોલ વચ્ચે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુષ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. ગણેશ મહોત્સવની ધાર્મિક ઉજવણી સાથે જન્મદિવસની આ ઉજવણીએ પંડાલમાં ઉત્સવનો માહોલ સર્જ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *