રોડ સેફ્ટી માટે ‘3-I’ ફોર્મ્યુલા ઇનોવેશન, ઇન્ટીગ્રેશન અને ઇન્ટરવેન્શન પર ભાર
Views: 18
0 0
Read Time:2 Minute, 27 Second

ગાંધીનગર : માર્ગ અકસ્માતો ઘટાડવા માત્ર કાયદા અને ટેક્નોલોજી પૂરતી નથી, પરંતુ નાગરિકોમાં ટ્રાફિક શિસ્ત, સિવિક સેન્સ અને પરસ્પર આદરની ભાવના કેળવવી પણ જરૂરી છે, તેમ વાહન વ્યવહાર રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ ગાંધીનગર ખાતે યોજાયેલા 27મા SAFE એન્યુઅલ કન્વેન્શન-સસ્ટેનેબલ મોબિલિટી એક્સ્પોમાં જણાવ્યું હતું. મંત્રીશ્રીએ વાહનચાલકોની આંતરિક સુરક્ષા માટે એરબેગ, ABS અને EBD જેવી વ્યવસ્થાઓ સાથે હવે પદયાત્રીઓ અને નાના વાહનચાલકો ની બાહ્ય સુરક્ષા પર પણ ધ્યાન આપવાની જરૂરિયાત દર્શાવી હતી. ADAS માટે યોગ્ય રોડ માર્કિંગ, ડેશકેમ પોલિસી અને અકસ્માતપ્રવણ બ્લેક સ્પોટ દૂર કરવા નીતિ બનાવવાની બાબતે ભાર મૂકાયો હતો. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના જણાવ્યા મુજબ દેશમાં દર વર્ષે આશરે 1.80 લાખ, જ્યારે ગુજરાતમાં 8 હજારથી વધુ લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે, જે માર્ગ સલામતી સામેના ગંભીર પડકારને દર્શાવે છે.


કાર્યક્રમમાં માર્ગ સલામતી ક્ષેત્રે કામગીરી કરનાર ‘રોડ સેફ્ટી વોરિયર્સ’નું સન્માન કરાયું હતું. અમદાવાદ અને ગાંધીનગર માટેના રોડ સેફ્ટી પ્રોજેક્ટનું લોન્ચિંગ તેમજ સસ્ટેનેબલ મોબિલિટી એક્સ્પોનું ઉદ્ઘાટન પણ થયું હતું. માર્ગ સલામતીનો મુદ્દો હવે માત્ર ટ્રાફિક પોલીસની કામગીરી પૂરતો સીમિત રહી શકે નહીં. સુરક્ષિત રસ્તા માટે ટેક્નોલોજી, યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જવાબદાર નાગરિક વર્તન—ત્રણેનું સંકલન જરૂરી છે. ખાસ કરીને પદયાત્રીઓ, ટુ-વ્હીલર ચાલકો અને રસ્તા પરના અન્ય નબળા વર્ગોની સુરક્ષા પર અમલ આધારિત ધ્યાન રહેશે કે નહીં, તે જ નીતિઓની અસરકારકતાની સાચી કસોટી બનશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *