ઘરેથી નીકળી ગયેલી બે કિશોરીઓનું 181 અભયમ ટીમે પરિવાર સાથે કરાવ્યું મિલન
Views: 78
0 0
Read Time:4 Minute, 5 Second


મોરબી જૂના બસસ્ટેશન પર ગભરાયેલી હાલતમાં મળી આવી હતી બંને બહેનો : સંવેદનશીલ કાઉન્સેલિંગ બાદ પરિવારને સોંપાઈ181 અભયમ ટીમે બે કિશોરીઓનું પરિવાર સાથે મિલન કરાવ્યું

મોરબી : પિતાના કથિત ત્રાસથી કંટાળી ઘરેથી કોઈને જાણ કર્યા વિના નીકળી ગયેલી બે સગી બહેનોનું 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે સંવેદનશીલ અભિગમ અપનાવી સુરક્ષિત રીતે પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. મોરબીના જૂના બસસ્ટેશન પર બંને કિશોરીઓ ગભરાયેલી હાલતમાં એકલી બેઠી હોવાની જાણ મળતાં 181 ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. મળતી માહિતી મુજબ તા. 7 સપ્ટેમ્બર, 2026ના રોજ એક જાગૃત નાગરિકે 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર ફોન કરી જાણ કરી હતી કે મોરબી જૂના બસસ્ટેશન પર બે કિશોરીઓ છેલ્લા કેટલાક સમયથી એકલી બેઠી છે. તેઓ ગભરાયેલી છે અને યોગ્ય સરનામું પણ જણાવી શકતી નથી. કોલના પગલે 181 ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ શારદાબેન તથા પાયલોટ વિરમભાઈ જીડ સ્થળ પર પહોંચ્યા હતા.

ટીમે સૌપ્રથમ બંને કિશોરીઓને સાંત્વના આપી સુરક્ષિત વાતાવરણ પૂરું પાડ્યું હતું. ત્યારબાદ સંવેદનશીલ રીતે વાતચીત અને કાઉન્સેલિંગ કરતાં કિશોરીઓએ પરિવારની કેટલીક પરિસ્થિતિ અંગે માહિતી આપી હતી. તેમના જણાવ્યા મુજબ, પિતા નશીલા દ્રવ્યોનું સેવન કરી પરિવાર સાથે મારઝૂડ તથા અપશબ્દો બોલતા હોવાના અને માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપો કર્યા હતા. ઘરખર્ચ માટે પૂરતા પૈસા ન આપતા હોવાના પણ આક્ષેપ કર્યા હતા. આ પરિસ્થિતિથી કંટાળી બંને બહેનો સવારના સમયે રસોઈ બનાવી કોઈને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગઈ હોવાનું જણાવ્યું હતું. કિશોરીઓને પિતાનો સંપર્ક નંબર કે કંપનીનું ચોક્કસ સરનામું યાદ ન હોવા છતાં 181 ટીમે સતત પ્રયાસો કરીને સંપર્કની વિગતો મેળવી હતી. ત્યારબાદ પરિવારનો સંપર્ક કરી જરૂરી ઓળખ-પુરાવા ની ચકાસણી કર્યા બાદ ટીમ કંપનીના સ્થળે પહોંચી હતી અને પરિવારજનો સાથે વાતચીત કરી હતી.પરિવારજનો ના જણાવ્યા મુજબ, કિશોરીઓ ઘરેથી નીકળી ગયા બાદ તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી. 181 ટીમે પરિવારજનોને કાયદાકીય જોગવાઈઓ અંગે માહિતી આપી કિશોરીઓ સાથે મારઝૂડ, અયોગ્ય વર્તન કે માનસિક ત્રાસ ન આપવા તેમજ તેમના શિક્ષણ અને સલામતીનું ધ્યાન રાખવા સમજાવ્યું હતું. બંને કિશોરીઓને પણ કોઈ મુશ્કેલી સર્જાય તો વિશ્વસનીય વ્યક્તિ અથવા મદદની સેવાઓનો સંપર્ક કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.અંતે જરૂરી સમજાવટ અને કાઉન્સેલિંગ બાદ બંને કિશોરીઓ પરિવાર સાથે રહેવા સંમત થઈ હતી. 181 અભયમ ટીમે બંનેને સહીસલામત પરિવારજનોને સોંપી હતી. પરિવારજનોએ કિશોરીઓને સુરક્ષિત રીતે પરત લાવવા બદલ 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટનામાં 181 અભયમની ઝડપી કામગીરી સાથે કાઉન્સેલિંગ અને પરિવાર સુધી પહોંચવાની પ્રક્રિયા કિશોરીઓની સુરક્ષા માટે મહત્વપૂર્ણ બની રહી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *