મોરબીમાં વર્ષો જૂના પાડાપુલના સમારકામનો નિર્ણય આવકારાયો: યુવક કોંગ્રેસે ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરી!!!
Views: 92
0 0
Read Time:1 Minute, 47 Second

મોરબી, તા. 13-02-2026:
મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા પાડાપુલના સમારકામ મુદ્દે અગાઉ આપવામાં આવેલી અરજી અને આંદોલનની ચીમકી બાદ તંત્ર દ્વારા પાડાપુલના રીનોવેશનનો નિર્ણય લેવામાં આવતા સંગઠન દ્વારા આ નિર્ણયને આવકારવામાં આવ્યો હતો.પાડાપુલના છેડે (બ્રિજપાન) ખાતે ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે મોરબી જિલ્લા કોંગ્રેસ, મોરબી શહેર કોંગ્રેસ તેમજ જિલ્લા ના વિવિધ ફ્રન્ટલ સેલના પ્રમુખો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
યુવક કોંગ્રેસના આગેવાનો એ જણાવ્યું હતું કે, શાસન પક્ષ દ્વારા પ્રજાલક્ષી કામો થાય તો વિરોધ પક્ષ તરીકે તેનો સ્વાગત કરવામાં આવે છે, પરંતુ જો પ્રજાલક્ષી કામો ન થાય તો લોકશાહી પદ્ધતિથી તેનો વિરોધ પણ કરવામાં આવે છે. પ્રજાના હિત માટે હંમેશા તત્પર રહેતી કોંગ્રેસ પાર્ટીએ વર્ષો જૂના પાડાપુલના સમારકામ માટે રજૂઆત કરી હતી, જેનો હકારાત્મક પ્રતિસાદ તંત્ર દ્વારા મળતા તેનો આવકાર કરવામાં આવ્યો છે.


મોરબી શહેરમાં કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા જ તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લેવાતા નાગરિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *