ડરી ગયેલી બાળકી માટે 181 અને 112 ટીમ બની ‘સહારો’, પરિવારથી વિખૂટેલી બાળકીનું કરાવ્યું સુખદ મિલન
Views: 42
0 0
Read Time:2 Minute, 20 Second

મોરબી: મોરબી જિલ્લાના કંડલા બાયપાસ પરથી એક જાગૃત નાગરિકે 181 મહિલા હેલ્પલાઇન પર ફોન કરી જાણ કરી હતી કે એક બાળકી છેલ્લા ત્રણેક કલાકથી એકલી બેઠી છે અને ડરના કારણે કોઈ જવાબ આપી રહી નથી. માહિતી મળતાં જ 181ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમે બાળકી સાથે પ્રેમપૂર્વક વાતચીત કરી તેનો ડર દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. શરૂઆતમાં બાળકી પોતાનું નામ અને સરનામું યોગ્ય રીતે જણાવી શકતી નહોતી. કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે બાળકી રમતા-રમતા ઘરનો રસ્તો ભૂલી ગઈ હતી.181 ટીમે 112ની ટીમ સાથે સંકલન કરી આસપાસના વિસ્તારમાં બાળકીના પરિવારની શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બાળકી અન્ય રાજ્યની હોવાની શક્યતા જણાતાં નજીકની મિલોમાં પણ પૂછપરછ કરવામાં આવી હતી. ત્યાંથી જાણવા મળ્યું કે એક બાળકી ગુમ થતાં તેના માતા-પિતા તેની શોધખોળ કરી રહ્યા છે.આ અંગે માતા-પિતાનો સંપર્ક કરતાં તેઓ ઉત્તર પ્રદેશના રહેવાસી અને મોરબીમાં મજૂરી કામ માટે આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જરૂરી ખરાઈ બાદ બાળકીનો સુરક્ષિત રીતે પરિવાર સાથે મેળાપ કરાવવામાં આવ્યો હતો. સાથે જ માતા-પિતાને બાળકીની યોગ્ય સંભાળ રાખવા અને આવી પરિસ્થિતિમાં સાવચેતી રાખવા સમજાવવામાં આવ્યા હતા.બાળકી સુરક્ષિત રીતે મળી આવતા પરિવારજનો એ 181 અને 112ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. એક જાગૃત નાગરિકની સમયસરની જાણકારી અને બંને ટીમના સંકલનથી એક ડરી ગયેલી બાળકી પોતાના પરિવાર સુધી સુરક્ષિત રીતે પહોંચી શકી હતી. સમગ્ર કામગીરી માનવતા, સતર્કતા અને તાત્કાલિક પોલીસ-હેલ્પલાઇન સંકલનનું ઉત્તમ ઉદાહરણ બની છે.તસવીર અહેવાલ માહિર દિવાન મોરબી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *