સરખેજમાં ઘરની ચાર દિવાલો વચ્ચે નકલી દારૂનું કારખાનું!
Views: 44
0 0
Read Time:1 Minute, 47 Second

ભાવનગર લઠ્ઠાકાંડની શાહી સૂકાઈ નથી ત્યાં અમદાવાદમાં નકલી દારૂનો વધુ એક પર્દાફાશ

અમદાવાદ: ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ રાજ્યમાં દારૂબંધીના અમલ અને ગેરકાયદેસર દારૂના નેટવર્ક સામે સવાલો વચ્ચે અમદાવાદના સરખેજમાંથી ઘરમાં ચાલતું હોવા નો આક્ષેપ કરાયેલું નકલી દારૂનું કારખાનું ઝડપાયું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી સમિરખાન ઉર્ફે એસ.કે. બાપુ પઠાણની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ સસ્તો વિદેશી દારૂ જાણીતી બ્રાન્ડની ખાલી બોટલોમાં ભરી તેને મોંઘી બ્રાન્ડના દારૂ તરીકે વેચાતો હોવાનો આક્ષેપ છે. ઘરની ચાર દિવાલો વચ્ચે બોટલિંગ અને પેકિંગ જેવી કામગીરી ચાલતી હોવાની વિગતો સામે આવતા સમગ્ર નેટવર્ક સામે અનેક સવાલો ઊભા થયા છે. ખાલી બ્રાન્ડેડ બોટલો ક્યાંથી આવતી હતી? પેકિંગ સામગ્રી કોણ પૂરું પાડતું હતું અને તૈયાર માલ કોને પહોંચાડાતો હતો? ભાવનગર લઠ્ઠાકાંડ બાદ સરખેજમાંથી સામે આવેલી આ ઘટના માત્ર એક આરોપીની ધરપકડ સુધી સીમિત ન રહે, પરંતુ સમગ્ર સપ્લાય ચેઇન સુધી તપાસ પહોંચે તેવી માંગ ઉઠી રહી છે. હવે સવાલ એ છે કે નકલી દારૂનું આ ગોરખધંધું માત્ર ઘરની ચાર દિવાલોમાં હતું કે તેની પાછળ મોટું નેટવર્ક સક્રિય છે?

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *