જામનગરમાં મોચી સમાજનો એકતા ઉત્સવ : 14મા સમૂહ લગ્નોત્સવે સમાજભાવના ઝળહળી
Views: 58
0 0
Read Time:1 Minute, 53 Second

જામનગર ખાતે મોચી સમાજ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. 14મા સમૂહ લગ્નોત્સવમાં છ યુગલોએ પ્રભુતામાં પગલા પાડી જીવનની નવી સફર શરૂ કરી હતી. આ પ્રસંગે સમગ્ર સમાજ એક મંચ પર એકત્રિત થઈ એકતા અને સહકારનો અનોખો સંદેશ આપ્યો હતો.
કાર્યક્રમમાં 79-વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી સહિત સમાજના આગેવાનો, શ્રેષ્ઠીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ નવદંપતિઓને આશીર્વાદ પાઠવી તેમના સુખમય દાંપત્ય જીવન માટે શુભેચ્છાઓ આપી હતી.
આ અવસરે જ્ઞાતિજનોએ દાનનો ધોધ વહેડાવ્યો હતો અને આગામી સમૂહ લગ્નોત્સવ માટે પણ ઉદાર હાથે દાનની જાહેરાતો કરવામાં આવી હતી. સમાજના સહયોગ અને સંગઠનની ભાવનાએ સમગ્ર કાર્યક્રમને યાદગાર બનાવી દીધો હતો.
સમગ્ર આયોજન જ્ઞાતિના પ્રમુખ મનોજ ચુડાસમાની આગેવાનીમાં સમૂહ લગ્ન સમિતિના તમામ સભ્યો દ્વારા સુવ્યવસ્થિત રીતે પાર પાડવામાં આવ્યું હતું. સમાજના ગીરીશભાઈ સરવૈયાએ કાર્યક્રમ અંગે માહિતી આપતા જણાવ્યું કે આવા સમૂહ લગ્નોત્સવોથી સમાજમાં એકતા મજબૂત બને છે અને આર્થિક રીતે નબળા વર્ગોને પણ સહારો મળે છે.
આ સમૂહ લગ્નોત્સવ માત્ર લગ્નવિધિ નહીં, પરંતુ સમાજની એકતા, સહકાર અને સંસ્કારનું જીવંત પ્રતિબિંબ બની રહ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *