જન્માષ્ટમી નિમિત્તે મોરબી પોલીસની પગપાળા પેટ્રોલિંગ તહેવારની ખુશીમાં સુરક્ષાની ‘ચુસ્ત ચોકી’
Views: 47
0 0
Read Time:2 Minute, 42 Second

મોરબી : જન્માષ્ટમીના પાવન પર્વને લઈ મોરબી શહેરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જામ્યો છે ત્યારે મોરબી ડિવિઝનના ડીવાયએસપી શ્રી જે.એમ. આલ સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર પણ સુરક્ષાની દૃષ્ટિએ સજ્જ બન્યું છે.
જન્માષ્ટમી દરમિયાન મંદિરો, બજારો અને જાહેર સ્થળોએ લોકોની અવરજવર વધતી હોય છે ત્યારે મોરબી શહેર ‘A’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મોરબી ડિવિઝન હેઠળના વિવિધ પોલીસ સ્ટેશનો ઉપરાંત LCB અને SOGના અધિકારી ઓ-કર્મચારીઓએ પણ પેટ્રોલિંગ માં જોડાઈ હાજરી નોંધાવી હતી.આ ફૂટ પેટ્રોલિંગ માત્ર કાયદો-વ્યવસ્થાની કામગીરી પૂરતું સીમિત ન રહેતા લોકોમાં સુરક્ષાની ભાવના મજબૂત કરતું અને અસામાજિક તત્વોને સ્પષ્ટ સંદેશ આપતું પગલું બની રહ્યું છે. તહેવારના દિવસોમાં ભીડનો લાભ લઈ ચોરી, છેડતી, તકરાર કે અન્ય અનિચ્છનીય પ્રવૃત્તિ કરનારાઓ સામે પોલીસની નજર સતત રહે તે માટે આવી કામગીરી મહત્વપૂર્ણ બની રહે છે.

છણાવટ એવી કે, જન્માષ્ટમીમાં કૃષ્ણના આગમનની રાહ જોતા મોરબીવાસીઓ માટે પોલીસ તંત્ર ‘જાગતા પહેરેદાર’ની ભૂમિકા ભજવી રહ્યું છે. તહેવાર લોકો માટે આનંદ અને આસ્થાનો અવસર છે, પરંતુ પોલીસ માટે આ દિવસો વધુ જવાબદારીના હોય છે. એક તરફ ભક્તિનો માહોલ અને બીજી તરફ કાયદો-વ્યવસ્થાની જવાબદારી—આ બંને વચ્ચે સંતુલન જાળવવા મોરબી પોલીસની મેદાની હાજરી સરાહનીય છે. પોલીસની વર્દી જ્યારે પગપાળા રસ્તા પર દેખાય છે ત્યારે માત્ર અસામાજિક તત્વોમાં જ નહીં, સામાન્ય નાગરિકોમાં પણ વિશ્વાસ જન્મે છે કે ‘તહેવારની ઉજવણી અમારી, સુરક્ષાની જવાબદારી પોલીસની.’ જન્માષ્ટમી નિમિત્તે મોરબી પોલીસ દ્વારા હાથ ધરાયેલું આ પેટ્રોલિંગ સુરક્ષિત અને શાંતિપૂર્ણ તહેવારની ઉજવણી માટે પ્રોત્સાહક પહેલ કહી શકાય.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *