હૃદયોમાં આજે પણ જીવંત છે સૌરાષ્ટ્રના સાવજ: ગૌ.વા. વિઠ્ઠલભાઈ રાદડીયાની સાતમી પુણ્યતિથિએ મોરબી જલારામ ધામ ખાતે મહાપ્રસાદ સાથે ભાવાંજલિ
Views: 90
0 0
Read Time:4 Minute, 10 Second

રિપોર્ટ આરીફ દિવાન મોરબી:તા. 30:”માણસ પોતાના પદથી નહીં, પરંતુ પોતાના સેવાકાર્યોથી અમર બને છે”—આ ઉક્તિને સાર્થક કરતા સૌરાષ્ટ્રના લોકપ્રિય જનનેતા અને પ્રજાચિંતક ગૌરવંત વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડીયાની સાતમી પુણ્યતિથિ નિમિત્તે મોરબીના શ્રી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદનું આયોજન કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.સૌરાષ્ટ્રની ધરતી પર જન્મેલા વિઠ્ઠલભાઈ રાદડીયાએ સામાજિક, રાજકીય અને ધાર્મિક ક્ષેત્રે પોતાના સેવાકાર્યોથી આગવું સ્થાન મેળવ્યું હતું. નિડર વ્યક્તિત્વ, મિલનસાર સ્વભાવ અને સામાન્ય માણસના પ્રશ્નો પ્રત્યેની સંવેદનશીલતા તેમને લોકહૃદયના સાચા નેતા બનાવતી હતી. 29 જુલાઈ, 2019ના રોજ તેમના નિધનથી સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી પ્રસરી હતી, પરંતુ તેમના સેવાભાવ અને જનકલ્યાણના સંસ્કારો આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે.

તેમની સાતમી પુણ્યતિથિ નિમિત્તે મોરબીના શ્રી કૃષ્ણા પેટ્રોલિયમ (એસ્સાર પેટ્રોલ પંપ, ત્રાજપર)ના કૃષિતભાઈ મંગળજીભાઈ સુવાગિયાના સૌજન્યથી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવસેવાના આ કાર્ય દ્વારા જરૂરિયાતમંદોની જઠરાગ્નિ તૃપ્ત કરી વિઠ્ઠલભાઈ રાદડીયાને સાચી અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે કૃષિતભાઈ મંગળજીભાઈ સુવાગિયા, મંગળજીભાઈ સુવાગિયા, રાજદીપભાઈ સુવાગિયા, અનિલભાઈ સુવાગિયા, બાબુભાઈ સુવાગિયા, કિશોરભાઈ સુવાગિયા, નરેન્દ્રભાઈ સંઘાત, નીતિનભાઈ ડોબરીયા, શ્યામભાઈ ભાખર, કાર્તિકભાઈ ભાખર, કેયુરભાઈ ભાખર, હરમીનભાઈ રાબડિયા, મુકેશભાઈ રામાણી, ધર્મેશભાઈ રામાણી, મયુરભાઈ રામાણી, ભરતભાઈ પટેલ, રવજીભાઈ પટેલ સહિત લેઉવા પટેલ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ જલારામ ધામના ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, કિશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, પારસભાઈ ચગ, નીરવભાઈ હાલાણી, જયંતભાઈ રાઘુરા સહિતના અગ્રણીઓએ પણ ગૌ.વા. વિઠ્ઠલભાઈ રાદડીયાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના સેવાભર્યા જીવનને યાદ કર્યું. વિઠ્ઠલભાઈ રાદડીયાનું વ્યક્તિત્વ માત્ર રાજકારણ પૂરતું મર્યાદિત નહોતું. તેઓ વિકાસલક્ષી વિચારસરણી ધરાવતા, સમાજને સાથે લઈને ચાલનારા અને દરેક વર્ગના લોકો માટે સરળતાથી ઉપલબ્ધ રહેતા લોકસેવક હતા. રાજકીય જીવનમાં તેમણે હંમેશાં હકારાત્મક અભિગમ, વિકાસની દિશા અને પ્રજાહિતને પ્રાથમિકતા આપી હતી. તેથી જ આજે પણ સૌરાષ્ટ્રમાં તેમનું નામ સન્માન અને આત્મીયતા સાથે લેવામાં આવે છે.તેમની પુણ્યતિથિએ યોજાયેલ માનવસેવાનો આ ઉપક્રમ એ સંદેશ આપે છે કે સાચા લોકસેવકનું જીવન તેના કાર્યોથી અમર રહે છે. વિઠ્ઠલભાઈ રાદડીયાના સેવાસંસ્કાર, પ્રજાપ્રેમ અને વિકાસના વિચારો આવનારી પેઢી માટે સતત પ્રેરણાસ્ત્રોત બની રહેશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *