સજા વોરંટના આરોપીને ટંકારા પોલીસે ઝડપી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કર્યો
Views: 44
0 0
Read Time:1 Minute, 57 Second

ટંકારા: મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલના માર્ગદર્શન તથા વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના સુપરવિઝન હેઠળ ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. ઝાલાની આગેવાનીમાં સજા વોરંટના આરોપીને ઝડપી પાડવાની સફળ કામગીરી હાથ ધરવામાં આવી છે. ટંકારા પોલીસ સ્ટેશન ખાતે નામદાર કોર્ટ તરફથી મળતા સમન્સ અને વોરંટોની અસરકારક બજવણી માટે સતત કાર્યવાહી ચાલી રહી છે. તે દરમિયાન રાજકોટની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (સ્પેશિયલ નેગોશિએબલ કોર્ટ) દ્વારા ફોજદારી કેસ નં. 16759/2019માં કલ્યાણપર ગામના મહેશભાઈ વાઘજીભાઈ ઝાપડા સામે નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ સજા ફટકારવામાં આવી હતી. સજા બાદ આરોપી કોર્ટમાં હાજર ન રહેતાં

તેની સામે ફરતું વોરંટ જારી કરવામાં આવ્યું હતું. ટંકારા પોલીસે વોરંટની ગંભીરતા ધ્યાનમાં રાખી આરોપી અંગે માહિતી એકત્રિત કરી કલ્યાણપર ગામેથી મહેશભાઈ વાઘજીભાઈ ઝાપડા (ઉ.વ. 40)ને ઝડપી પાડ્યો હતો.પકડાયેલા આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટના આદેશ મુજબ તેને રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફે સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *