સંગઠનના સંસ્કારથી સુશાસન તરફ: ભાજપના પ્રશિક્ષણ મહાઅભિયાનમાં વાંકાનેરના આગેવાનોની સક્રિય ભાગીદારી
Views: 80
0 0
Read Time:2 Minute, 23 Second

વાંકાનેર, તા. ૬ જુલાઈ રાજ્યભરમાં ચાલી રહેલા પંડિત દિનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન–૨૦૨૬ અંતર્ગત મોરબી ખાતે એલિટ સ્કૂલમાં યોજાયેલા પ્રશિક્ષણ વર્ગમાં વાંકાનેરના ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી.”સંગઠન ગઢે ચલો, સુપથ પર બઢે ચલો, ભલા હો જિસમે દેશ કા વો કામ સબ કિયે ચલો”ના પ્રેરક સૂત્ર સાથે યોજાયેલા આ પ્રશિક્ષણ વર્ગમાં સંગઠન મજબૂત બનાવવા, કાર્યપદ્ધતિને વધુ અસરકારક બનાવવા, જનસેવા, સુશાસન, રાષ્ટ્રપ્રથમની ભાવના અને સરકારની જનકલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા જેવા વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ અવસરે વાંકાનેર નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ વોરા, ઉપપ્રમુખ માધવીબેન દવે, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ચેતનભાઈ ગોસ્વામી, જિલ્લા મહિલા મોરચા મહામંત્રી પ્રજ્ઞાબા ઝાલા, કોર્પોરેટર હર્ષિતભાઈ સોમાણી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કાંતિભાઈ કુંઢિયા, સંજયભાઈ જાડા તથા ગીતાબેન દોશી સહિતના આગેવાનો અને સંગઠનના હોદ્દેદારોએ હાજરી આપી

હતી.પ્રશિક્ષણ દરમિયાન સંગઠનની વિચારધારા, સેવા, સમર્પણ અને શિસ્તના મૂલ્યોને વધુ મજબૂત બનાવી આવનારા સમયમાં પ્રજાની વચ્ચે વધુ અસરકારક રીતે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.ભાજપ દ્વારા આયોજિત આ મહાઅભિયાન સંગઠનને વધુ સશક્ત, સુવ્યવસ્થિત અને જનકેન્દ્રિત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ માનવામાં આવી રહી છે. વાંકાનેરના આગેવાનોની સક્રિય ઉપસ્થિતિએ સંગઠન પ્રત્યેની તેમની નિષ્ઠા અને વિકાસલક્ષી કાર્ય માટેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી હોવાનું કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *