વાવણીની રાહમાં વાંકાનેરના ખેડૂતો: વાદળો છવાય, બફારો વધે છતાં વાવણી લાયક વરસાદનો અભાવ
Views: 37
0 0
Read Time:1 Minute, 54 Second

વાંકાનેર, પ્રતિનિધિ: વાંકાનેર પંથકમાં ચોમાસાનો માહોલ જામ્યો હોવા છતાં હજુ સુધી વાવણી લાયક વરસાદ નોંધાયો નથી. છેલ્લા કેટલાક દિવસોથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ રહ્યા છે, ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને વરસાદી વાતાવરણ સર્જાઈ રહ્યું છે, પરંતુ મોટા ભાગે મેઘરાજા વરસ્યા વિના જ વિખેરાઈ જતા ખેડૂતોમાં ચિંતા વધી રહી છે.ખેડૂતોએ ખેતરોમાં વાવણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે અને હવે માત્ર પૂરતા વરસાદની રાહ જોવાઈ રહી છે. છૂટાછવાયા ઝાપટાંથી જમીનમાં ભેજ તો સર્જાયો છે, પરંતુ પાકની વાવણી શરૂ કરી શકાય એટલો સતત અને પૂરતો વરસાદ હજુ સુધી થયો નથી. પરિણામે કપાસ, મગફળી, તલ સહિતના ખરીફ પાકની વાવણી પાછળ ધકેલાઈ રહી છે.

બીજી તરફ દિવસ દરમિયાન બફારાનું પ્રમાણ વધી જતાં સામાન્ય જનજીવન પણ પ્રભાવિત બન્યું છે. વાદળછાયા વાતાવરણને કારણે વરસાદ પડશે તેવી આશા જાગે છે, પરંતુ વરસાદ ન થતાં લોકોમાં પણ નિરાશા જોવા મળી રહી છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સૌની નજર હવે આકાશ તરફ મંડાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો આગાહી મુજબ સારો વરસાદ વરસે તો ખેડૂતોને વાવણી શરૂ કરવાની તક મળશે અને ખેતીની સિઝનને નવી ગતિ મળશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *