મોરબી બ્રાન્ચ કેનાલને નુકસાન: નોટિસથી આગળ વધશે કાર્યવાહી કે ફરી વચનો જ રહેશે?
Views: 39
0 0
Read Time:2 Minute, 44 Second

રિપોર્ટર સંજય નંદેસરિયા હળવ:હળવદ તાલુકાના સાપકડા નજીક જેઠવાધાર વિસ્તારમાં આવેલી મોરબી બ્રાન્ચ કેનાલને ઓવરલોડ ડમ્પરોની અવરજવરથી નુકસાન પહોંચ્યાનું સિંચાઈ વિભાગે સ્વીકાર્યું છે. વિભાગના ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેરે આગામી 10 દિવસમાં જવાબદારોને નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી તથા કેનાલ પર બેરિકેડિંગ કરવાની ખાતરી વ્યક્ત કરી છે. ઘટનાક્રમમાં મહત્વની બાબત એ છે કે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા અગાઉ પણ લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં લાંબા સમય સુધી અસરકારક પગલાં ન લેવાતા સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. હવે વિભાગ દ્વારા ફરી કાર્યવાહીનું આશ્વાસન આપવામાં આવ્યું છે,

પરંતુ તે માત્ર નોટિસ સુધી સીમિત રહે છે કે વાસ્તવિક દંડાત્મક અને સુધારાત્મક કાર્યવાહી થાય છે, તેના પર સૌની નજર છે.હાલ
ચોમાસાની ઋતુમાં કેનાલો અને જળસંસાધનોની સુરક્ષા અત્યંત મહત્વની બની જાય છે. આવી સ્થિતિમાં કેનાલને થયેલું નુકસાન માત્ર સરકારી મિલકતનો પ્રશ્ન નથી, પરંતુ ખેડૂતો, સિંચાઈ વ્યવસ્થા અને જાહેર હિત સાથે સીધો સંબંધ ધરાવે છે. સમયસર સમારકામ અને ભારે વાહનોની અનધિકૃત અવરજવર પર કડક નિયંત્રણ જરૂરી છે.તટસ્થ રીતે જોવામાં આવે તો તંત્ર દ્વારા નુકસાનનો સ્વીકાર સકારાત્મક પગલું છે, પરંતુ તેની વિશ્વસનીયતા હવે અમલીકરણ પર નિર્ભર રહેશે. જો આગામી દિવસોમાં જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી, નુકસાનની વસૂલાત અને કેનાલની સુરક્ષા માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવશે તો લોકોનો વિશ્વાસ મજબૂત બનશે. અન્યથા વિકાસ અને પ્રજાહિતના દાવાઓ માત્ર કાગળ પૂરતા જ રહી ગયા હોવાની ધારણા વધુ મજબૂત બનશે. જાહેર સંપત્તિની સુરક્ષા દરેકની જવાબદારી છે. વિકાસના કામો ત્યારે જ સાર્થક બને, જ્યારે નિયમોનું પાલન થાય અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડનાર સામે સમયસર અને નિષ્પક્ષ કાર્યવાહી થાય.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *