ખંભાળિયા હત્યાકાંડથી દેવભૂમિ-દ્વારકામાં ચકચાર પોલીસની બહુદિશીય તપાસ તેજ, સમાજમાં રોષ વચ્ચે આરોપીઓ સુધી પહોંચવા કવાયત
Views: 104
0 0
Read Time:2 Minute, 49 Second

ખંભાળિયા: દેવભૂમિ-દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વિરમદળ ગામ તરફ જતાં રોડ પર આસીફ ઓસમાણ લાખાની ઘાતકી હત્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ તંત્રે તપાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે અને અજાણ્યા આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, મૃતક આસીફ ઓસમાણ લાખા કિંમતી દાગીના પહેરવાના શોખીન હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈને લૂંટના ઇરાદા સહિતના વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખી તપાસ ચાલી રહી છે. જોકે, હત્યાનું ચોક્કસ કારણ શું છે

તે અંગે પોલીસે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી અને તમામ સંભવિત એંગલથી તપાસ આગળ ધપાવવા માં આવી રહી છે.ઘટનાની જાણ થતાં જ દેવભૂમિ-દ્વારકા જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળા તથા નાયબ પોલીસ અધિક્ષક મીત રૂડરાલ સહિત પોલીસનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફોરેન્સિક અને ટેકનિકલ પુરાવાઓ એકત્રિત કરવાની કામગીરી હાથ ધરાઈ છે, જ્યારે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ, મોબાઇલ કોલ ડિટેઇલ્સ અને અન્ય ટેકનિકલ માહિતીના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ દરમિયાન કુરેશ કસાઈ સમાજના અગ્રણીઓ, યુવાનો અને મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. સમાજમાં આ ઘટનાને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે

અને આરોપીઓને ઝડપથી ઝડપી કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે અને હજુ સુધી કોઈ સત્તાવાર ધરપકડ જાહેર કરવામાં આવી નથી. તપાસ પૂર્ણ થયા બાદ જ હત્યા પાછળનું વાસ્તવિક કારણ અને સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટ થઈ શકશે. ત્યાં સુધી પોલીસ દ્વારા કોઈપણ અફવા પર વિશ્વાસ ન રાખવા અને તપાસમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *