ભાવનગર એલસીબીનો દારૂના જથ્થા પર દરોડો: રૂ. 11.05 લાખના મુદ્દામાલ સાથે બે આરોપી ઝડપાયા, એક ફરાર
Views: 58
0 0
Read Time:2 Minute, 41 Second


ભાવનગર: ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી કરીને ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરના મોટા જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપી ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે કુલ રૂ. 11,05,522નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, ભાવનગર-વલ્લભીપુર હાઇવે પર હોટલ કૃષ્ણા નજીક બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન સ્કોર્પિયો કારમાં દારૂનો જથ્થો લઈ આવતી ગાડી અને તેનું પાયલોટિંગ કરતી વેગનઆર કારને રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્કોર્પિયોમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 1,806 બોટલો તેમજ 380 બીયર ટીન મળી આવ્યા હતા. આ કાર્યવાહીમાં સાકરડી (બોટાદ)ના હરેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ રમકુભાઈ માલા અને સુદામડા (સાયલા)ના હિતેશભાઈ બાવકુભાઈ ધાંધલની ધરપકડ કરવામાં આવી છે.

જ્યારે શિહોરના ભોલાભાઈ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.પોલીસે દારૂના જથ્થા ઉપરાંત બે કાર, ત્રણ મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 11.05 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં હરેશભાઈ સામે અગાઉ પણ પ્રોહિબિશન અને અન્ય ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું તેમજ હિતેશભાઈ સામે ચોરીનો ગુનો નોંધાયેલ હોવાનું બહાર આવ્યું છે.


પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર વી. અસારી અને જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર મયુરધ્વજસિંહ સરવૈયા, પીએસઆઈ આર.એ. વાઢેર, પી.ડી. ઝાલા, વી.સી. જાડેજા તથા એલસીબીની ટીમે આ સફળ કાર્યવાહી કરી હતી. પોલીસે સમગ્ર દારૂ સપ્લાય ચેઇન, જથ્થાનો સ્ત્રોત અને અન્ય સંડોવાયેલા શખ્સોની સંડોવણી અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *