તાલુકા પંચાયતમાં ટેન્ડર પ્રક્રિયામાં અનિયમિતતાના આક્ષેપ, તપાસની માંગ ઉઠી
Views: 94
0 0
Read Time:2 Minute, 10 Second

રિપોર્ટ: મુકેશ એસ. કંટારી ગારિયાધાર :પાલીતાણા, તા. 1 જુલાઈ:રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના ગુજરાત પ્રદેશ મહામંત્રી ગોહિલ નાનજીભાઈ એમ. દ્વારા પાલીતાણા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી તાલુકા પંચાયત હેઠળ થતા વિકાસ કાર્યોમાં કથિત અનિયમિતતા અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.આવેદનપત્રમાં જણાવાયું છે કે તાલુકા પંચાયત દ્વારા અંદાજે રૂ. 44 લાખથી વધુના RCC રોડ સહિતના વિવિધ વિકાસ કામોમાં નિયમોનું પાલન કર્યા વિના પસંદગીના કોન્ટ્રાક્ટરોને કામ સોંપવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ છે. સાથે જ ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ હોવાનું અને રજૂ થયેલી ફરિયાદો પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.ગોહિલે આક્ષેપ કર્યો છે

કે અગાઉ પણ આ મુદ્દે અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. તેથી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ રજૂઆતની નકલો રાજ્યના મુખ્યમંત્રી, ભાવનગર જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીને પણ મોકલવામાં આવી હોવાનું જણાવાયું છે.


નોંધ: આ સમાચાર રજૂ થયેલા આવેદનપત્રમાં કરાયેલા આક્ષેપોના આધારે તૈયાર કરવામાં આવ્યા છે. સંબંધિત અધિકારીઓનો પ્રતિભાવ અથવા સત્તાવાર તપાસનો અહેવાલ પ્રાપ્ત થયા બાદ જ આક્ષેપોની સત્યતા અંગે સ્પષ્ટતા થઈ શકશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *