ટંકારા પોલીસની ત્વરિત કામગીરીથી કેબલ વાયર ચોરીનો ભેદ ઉકેલાયો
Views: 51
0 0
Read Time:2 Minute, 17 Second

“‘રૂ. 82,500ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ, અન્ય ત્રણ વોન્ટેડ”‘

મોરબી, તા. 01 જુલાઈ:મોરબી જિલ્લા પોલીસને કેબલ વાયર ચોરીના ગુનામાં મહત્વની સફળતા મળી છે. ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેબલ વાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે તેમજ ચોરીમાં વપરાયેલા સાધનો સહિત કુલ રૂ. 82,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ અધિક્ષક મોરબીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. મોરબી, પીજીવીસીએલ અને ટંકારા પોલીસની સંયુક્ત ટીમે સતત ટેકનિકલ અને માનવ ગુપ્તચર માહિતીના આધારે તપાસ ચલાવી હતી. તપાસ દરમિયાન ટંકારા તાલુકાના ધુનડા ગામની સીમમાં આવેલા તળાવમાંથી ચોરી કરાયેલા અંદાજે 150 ફૂટ જેટલા કેબલ વાયરની ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી.આ કેસમાં પોલીસે મહાવીરસાલ મનોરભાઈ રાઠોડ (રહે. મોરબી)ની ધરપકડ કરી છે. જ્યારે વિપુલ આનંદલાલ આમરેલિયા સહિત અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને તેમની શોધખોળ ચાલુ છે.


પોલીસે આરોપી પાસેથી ચોરી કરાયેલ કેબલ વાયર, મોટરસાયકલ, રિક્ષા અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 82,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.મોરબી જિલ્લા પોલીસની ઝડપી અને સુનિયોજિત કામગીરી ના કારણે મિલકત સંબંધિત ગુનાનો સમયસર ભેદ ઉકેલાતા સ્થાનિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. પોલીસ દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડી સમગ્ર ગુનાનો પર્દાફાશ કરવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *