મહાશિવરાત્રીની ભવ્યતા અને સમાજની એકતા: રફાળેશ્વર મહાદેવ મંદિરે બાવનગજની ધજા સાથે શોભાયાત્રા
Views: 315
0 0
Read Time:1 Minute, 50 Second

મોરબી: મોરબીના રફાળેશ્વર ખાતે સ્થિત પૌરાણિક રફાળેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે તા. 15-2-2026, રવિવારના રોજ ધાર્મિક આસ્થા અને સમાજની એકતાનું અનોખું દર્શન થવાનું છે. આ શુભ અવસરે પાંચીયા પરિવાર દ્વારા

ભવ્ય ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.રફાળેશ્વર ગામના સ્વ. ખોડાભાઈ જગાભાઈ પાંચીયાની સ્મૃતિને સમર્પિત આ કાર્યક્રમમાં સમસ્ત પાંચીયા પરિવાર દ્વારા મહાદેવ મંદિરે બાવનગજની ધજા પરંપરાગત વિધિ સાથે ચડાવવામાં આવશે. આ પાવન પ્રસંગે ધર્મ, સંસ્કાર અને સામૂહિક એકતાની ભાવના વધુ મજબૂત બનશે.મહાશિવરાત્રીના દિવસે સવારે 7 વાગ્યે, સ્વ. ખોડાભાઈ પાંચીયાના નિવાસસ્થાનેથી મહાદેવજીની ભવ્ય શોભાયાત્રા પરંપરાગત વાજતે-ગાજતે નીકળશે, જેમાં હર હર મહાદેવના જયઘોષ સાથે સમગ્ર ગામ ભક્તિમય બનશે. શોભાયાત્રા રફાળેશ્વર મહાદેવ મંદિરે પહોંચીને ધાર્મિક વિધિઓ સાથે સમાપ્તિ પામશે.આ ધાર્મિક ઉત્સવમાં જોડાઈને સમાજની એકતા અને સંસ્કૃતિને ઉજાગર કરવા માટે પાંચીયા પરિવાર દ્વારા સર્વે ભક્તો અને ગ્રામજનોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.


અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટર: અમરા ભાઈ સરૈયા રફાળેશ્વર મોરબી

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *