મંત્રજાપથી ગુંજ્યું વાંકાનેરનું ઉપાશ્રય : શ્રી પાર્શ્વ-પદ્માવતી આરાધનામાં 240થી વધુ ભાવિકો જોડાતા સર્જાયો આધ્યાત્મિક ઊર્જાનો અલૌકિક માહોલ
Views: 85
0 0
Read Time:3 Minute, 58 Second

વાંકાનેર: આધ્યાત્મિકતા, શ્રદ્ધા અને સામૂહિક સાધનાના અનોખા સમન્વય સાથે શ્રી સ્થાનકવાસી જૈન સંઘ, વાંકાનેર દ્વારા યોજાયેલી શ્રી પાર્શ્વ પદ્માવતી મંત્ર જાપ સાધનામાં જૈન સમાજના 240થી વધુ શ્રાવક-શ્રાવિકાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શ્રી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ, સાધના સમ્રાટ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ભાવચંદ્રજી મહારાજની પાવન નિશ્રામાં યોજાયેલ આ આરાધનાએ ઉપાશ્રયના વાતાવરણને ભક્તિ અને શાંતિથી ઓતપ્રોત બનાવી દીધું હતું.આરાધનાની શરૂઆત દરેક ભાવિકને શ્રી પાર્શ્વનાથ-પદ્માવતી યંત્ર કાર્ડ અર્પણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ ચરણબદ્ધ સ્તવન, મંત્રજાપ અને ભક્તિભાવ સાથે આશરે બે કલાક સુધી ચાલેલી સાધનાએ ઉપસ્થિત સૌમાં આધ્યાત્મિક ઊર્જા અને અંતરંગ શાંતિનો અનુભવ કરાવ્યો હતો. સામૂહિક મંત્રોચ્ચાર અને ભક્તિનો માહોલ સમગ્ર ઉપાશ્રયમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

કાર્યક્રમ દરમિયાન સંઘના સેવાર્થી શ્રીમતી ભાવનાબેન તથા સંઘના મેનેજર શ્રી જીતેન્દ્રભાઈ દોશીનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ વિવિધ દાતાઓ દ્વારા તમામ આરાધકોને પ્રભાવના અર્પણ કરી ધાર્મિક સેવાની સુંદર પરંપરાને વધુ મજબૂત બનાવવામાં આવી હતી.
આવતી કાલે જેઠ સુદ પૂર્ણિમાના પાવન અવસરે ત્રિરંગી સામાયિક, એકાસનાની આરાધના તેમજ પાખી પ્રતિક્રમણનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમનો લાભ માતૃશ્રી મુકતાબેન જયંતિલાલ મહેતા અને પ્રતિમાબેન હસમુખ મહેતા (બોરીવલી) પરિવાર દ્વારા લેવામાં આવ્યો છે.પૂજ્ય આચાર્ય શ્રી ભાવચંદ્રજી મહારાજ તથા સંત-સતીજીના વાંકાનેર નિવાસના બાકીના 18 દિવસ માટેની વૈયાવચ્ચ ભક્તિ અને રસોડા સેવાનો લાભ માતૃશ્રી વિમળાબેન બાબુલાલ ખીમચંદ શેઠ પરિવાર દ્વારા ભાવપૂર્વક સ્વીકારવામાં આવ્યો છે, જે સાધર્મિક ભક્તિનું સુંદર ઉદાહરણ બન્યું છે.આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સંઘપ્રમુખ શ્રી અનંતરાય ભગવાનજી મહેતા સહિત અલ્પેશભાઈ પટેલ, સચિનભાઈ કામદાર, ધવલભાઈ મહેતા, ભાવિનભાઈ મહેતા અને અન્ય કાર્યકરોએ સુવ્યવસ્થિત આયોજન અને સંચાલન કરીને કાર્યક્રમને ભવ્યતા અર્પી હતી.
આધુનિક જીવનની ભાગદોડ અને માનસિક તણાવ વચ્ચે આવી સામૂહિક મંત્રસાધના માત્ર ધાર્મિક વિધિ પૂરતી મર્યાદિત રહેતી નથી, પરંતુ સમાજમાં સંયમ, સંસ્કાર, એકતા અને આત્મશાંતિનો સંદેશ પણ પ્રસરાવે છે. મોટી સંખ્યામાં યુવાનો અને વડીલોએ એકસાથે જોડાઈને સાધનામાં ભાગ લીધો તે દર્શાવે છે કે આધ્યાત્મિક મૂલ્યો આજે પણ સમાજના જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. વાંકાનેરમાં યોજાયેલ આ આરાધના શ્રદ્ધા, સેવા અને સાધનાના ત્રિવેણી સંગમનું પ્રેરણાદાયી ઉદાહરણ બની છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *