હળવદમાં પલ્સ પોલિયો અભિયાન : “બે ટીપાં પોલિયોના, દરેક બાળકની સુરક્ષાનું સંકલ્પ”
Views: 11
0 0
Read Time:2 Minute, 15 Second

રિપોર્ટ : સંજય નંદેસરીયા હળવદ : દેશને પોલિયોમુક્ત રાખવાના રાષ્ટ્રીય સંકલ્પને વધુ મજબૂત બનાવવા હળવદ શહેર અને તાલુકામાં રવિવારે રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી આરોગ્ય વિભાગે દરેક બાળક સુધી રસીકરણ પહોંચાડવા નો સંદેશ આપ્યો હતો. શહેર અને તાલુકાના વિવિધ પોલિયો બુથો પર આરોગ્ય વિભાગના અધિકારીઓ, આરોગ્ય કર્મચારીઓ, આશા વર્કરો અને આંગણવાડી બહેનોએ ઉત્સાહભેર સેવા આપી હતી. મોટી સંખ્યામાં વાલીઓ પોતાના બાળકોને લઈને બુથ પર પહોંચ્યા હતા, જેના કારણે સમગ્ર અભિયાનમાંજનભાગીદારી નું સુંદર દૃશ્ય જોવા મળ્યું.આરોગ્ય વિભાગે વાલીઓને અપીલ કરી હતી કે પાંચ વર્ષથી ઓછી ઉંમરના કોઈપણ બાળકને પોલિયોના ટીપાંથી વંચિત ન રાખે.

કારણ કે પોલિયો જેવી ગંભીર બીમારી સામે સુરક્ષા મેળવવાનો સૌથી અસરકારક માર્ગ સમયસરનું રસીકરણ જ છે.બુથ સુધી પહોંચી ન શકેલા બાળકો માટે આગામી દિવસોમાં આરોગ્ય વિભાગની ટીમો ઘર-ઘર જઈ પોલિયોના ટીપાં પીવડાવશે, જેથી એક પણ બાળક રસીકરણથી વંચિત ન રહે. હાલની પરિસ્થિતિમાં ભારત પોલિયોમુક્ત દેશ તરીકે પોતાની ઓળખ જાળવી રાખે તે માટે આવા અભિયાનો અત્યંત મહત્વપૂર્ણ છે. આરોગ્ય વિભાગ, આશા વર્કરો, આંગણવાડી બહેનો અને સ્થાનિક નાગરિકોના સંયુક્ત પ્રયાસોથી હળવદમાં અભિયાન સફળ રહ્યું છે. દરેક બાળક સુધી પોલિયોની રસી પહોંચે એ માત્ર આરોગ્ય વિભાગની નહીં પરંતુ સમગ્ર સમાજની સામૂહિક જવાબદારી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *