પીવાનું પાણી – વિકાસની સાચી કસોટી: ન્યુ નવલખી જુમાવાડીની આશા હજુ જીવંત
Views: 713
0 0
Read Time:2 Minute, 12 Second

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ ઈકબાલ સાઈચા: માળીયા (મી.)માળીયા મિયાણા તાલુકાના નવલખી પોર્ટ નજીક આવેલા દરિયાઈ કાંઠાના વિસ્તારમાં વસેલ ન્યુ નવલખી અને જુમાવાડી માટે પીવાનું મીઠું પાણી આજે પણ સૌથી મોટો પ્રશ્ન બન્યો છે. જુમ્માવાડી માં તોહ છેલ્લા 10 વર્ષથી પાણી બેરલ વેચાતા લેવા પડે સે દરિયો નજીક હોવાથી ખારું પાણી પીવા લાયક નથી અને ન્યૂ નવલખી ના સ્થાનિક ગ્રામજનોને બે-ત્રણ કિલોમીટર દૂરથી મીઠું પાણી લાવવા મજબૂર થવું પડે છે.છેલ્લા દોઢ વર્ષથી

ઉનાળો શરૂ થાય તે પહેલાં જ પાણીની તંગીનો રણકાર સંભળાય છે. ગ્રામ પંચાયત રાજ હોવા છતાં આયોજનના અભાવે અને જિલ્લા કક્ષાના તંત્રની ધીમી ગતિના કારણે સમસ્યાનો કાયમી ઉકેલ હજુ સુધી આવી શક્યો નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે વિકાસની વાતો તો ઘણી થાય છે, પરંતુ જમીન પર પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધા આજે પણ અપૂર્ણ છે.
ચૂંટણી સમયે ગ્રામ્ય વિસ્તારોમાં દેખાતા નેતાઓ હવે સમસ્યાના સમાધાન માટે સમય કે ફુરસદ નથી કાઢતા – એવી વ્યથા લોકો વ્યક્ત કરે છે. છતાં પણ ન્યુ નવલખી જુમાવાડીની પ્રજા આજે પણ આશા રાખે છે કે તંત્ર અને પ્રતિનિધિઓ મળીને યોગ્ય આયોજન કરશે અને દરિયાઈ કાંઠાના આ વિસ્તારમાં મીઠા પાણીની કાયમી વ્યવસ્થા ઊભી થશે.
વિકાસની સાચી ઓળખ મોટા ભાષણોમાં નહીં, પરંતુ પ્રજાની મૂળભૂત જરૂરિયાત પૂરી કરવામાં છે. ન્યુ નવલખી જુમાવાડી માટે પીવાનું મીઠું પાણી પહોંચે – એ જ સાચો, ટકાઉ અને પ્રજા-લક્ષી વિકાસ ગણાશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *