રોઝા-એ-મૌલા અલી (અ.સ.)ના આબેહૂબ તાજિયાથી રાજાવડલામાં ઈમાન, એકતા અને અકીદતનો માહોલ
Views: 137
0 0
Read Time:3 Minute, 0 Second

વાંકાનેર: વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામમાં પવિત્ર મોહરમ માસ નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ રોઝા-એ-મૌલા અલી (અ.સ.)નું આબેહૂબ અને કલાત્મક તાજિયું તૈયાર કરવામાં આવ્યું છે. વર્ષ 2007થી સતત આ પરંપરા જળવાઈ રહી છે, જે આજે ગામની ધાર્મિક આસ્થા અને સામૂહિક એકતાનું પ્રતીક બની છે.
તાજિયા કમિટીના યુવાનો છેલ્લા ત્રણ મહિનાથી સતત મહેનત કરીને આકર્ષક અને કલાત્મક તાજિયું તૈયાર કરે છે. કમિટીના 30થી 40 યુવાનો દિવસ-રાત સેવા આપી તાજિયાને અંતિમ સ્વરૂપ આપે છે. તેમની મહેનત અને સમર્પણના કારણે દર વર્ષે રાજાવડલાનું તાજિયું વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને છે. 25 જૂન, 2026ના રોજ તાજિયું પધરાવવામાં આવ્યું હતું, જ્યારે 26 જૂન, 2026ના રોજ પરંપરા મુજબ તાજિયાને ઠંડું કરવાની ધાર્મિક વિધિ યોજાશે. સમગ્ર ગામમાં અકીદતભેર તાજિયા ફરાવવામાં આવે છે અને ઈમામ હુસૈન (અ.સ.)ની યાદમાં ન્યાજ શરીફ, ફાતેહા અને બંદગી કરવામાં આવે છે. નાના એવા ગામમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની હાજરી મોહરમના આધ્યાત્મિક મહત્ત્વને ઉજાગર કરે છે. મોહરમ માત્ર શોકનો પ્રસંગ નથી, પરંતુ સત્ય, ન્યાય, બલિદાન, ધીરજ અને માનવતાના મૂલ્યોને જીવનમાં ઉતારવાનો સંદેશ આપે છે. કરબલાની ઘટના અન્યાય સામે અડગ રહેવાની પ્રેરણા આપે છે અને સમાજમાં ભાઈચારો તથા એકતા મજબૂત બનાવે છે.


રાજાવડલા તાજિયા કમિટીના સભ્યો: વડાવીયા તોસીફ ઉસ્માન
વડાવીયા અકીલ નૂરમામદ વડાવીયા મેંહબૂબ,ખલીફા ઝાકિર લાલો વડાવીયા મુનીર,વડાવીયા પરવેઝ વડાવીયા આદિલ,વડાવીયા લતીફ માણસિયા હુશેન,ચારોલિયા ઈરફાન તાજિયા કમિટીના સભ્યોએ જણાવ્યું હતું કે યુવાનોની એકતા, વડીલોનું માર્ગદર્શન અને ગ્રામજનોના સહકારથી આ ધાર્મિક પરંપરા વર્ષોથી અવિરત જળવાઈ રહી છે. રાજાવડલાનું રોઝા-એ-મૌલા અલી (અ.સ.)નું તાજિયું માત્ર કલાત્મક કૃતિ નહીં, પરંતુ આસ્થા, સેવા, સમર્પણ અને સામૂહિક ભાવનાનું જીવંત પ્રતીક બની મોહરમની પવિત્ર ભાવનાને વધુ ઉજાગર કરે છે.

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ આરીફ દિવાન સાથે કેમેરામેન માહિર દિવાન વાંકાનેર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *