ધમલપરમાં મહોરમ પર્વે કોમી એકતાનો અનોખો સંદેશ હિન્દુ-મુસ્લિમ ભાઈચારાનું જીવંત ઉદાહરણ
Views: 355
0 0
Read Time:2 Minute, 23 Second

વાંકાનેર તાલુકાના ધમલપર ગામે પવિત્ર મહોરમ માસ દરમિયાન છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી હિન્દુ-મુસ્લિમ એકતાની અનોખી પરંપરા જળવાઈ રહી છે. વર્ષ 1996થી કાર્યરત દૂલ દુલ છબીલ કમિટી દ્વારા ગામમાં તાજિયા બનાવવાની અને મહોરમના દસ ચાંદ દરમિયાન વિવિધ ન્યાજ અને ધાર્મિક કાર્યક્રમો યોજવાની પરંપરા સતત નિભાવવામાં આવી રહી છે.આ સમગ્ર આયોજનની વિશેષતા એ છે કે તેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો સમાન ઉત્સાહ અને શ્રદ્ધા સાથે જોડાઈને સેવાકાર્ય કરે છે. દરરોજ અલગ-અલગ ન્યાજનું આયોજન કરવામાં આવે છે, જેમાં ગામના તમામ સમાજના લોકો સહભાગી બની ભાઈચારો અને સૌહાર્દનો સંદેશ આપે છે. કમિટીના આગેવાનો ઈકબાલભાઈ પીપરવાડિયા, પ્રફુલભાઈ, ધીરુભાઈ, કિશોરભાઈ તેમજ તોફિકભાઈ પીપરવાડિયા સહિતના કાર્યકરો વર્ષોથી આ પરંપરાને જીવંત રાખવા માટે મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

તેમના પ્રયાસોથી મહોરમ માત્ર ધાર્મિક પર્વ ન રહી સમાજને જોડતો અને એકતાનો પુલ બન્યો છે.વર્તમાન સમયમાં જ્યારે સમાજમાં વિભાજનની ચર્ચાઓ જોવા મળે છે, ત્યારે ધમલપર ગામ કોમી એકતા, પરસ્પર સન્માન અને સામાજિક સમરસતાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. મહોરમના પવિત્ર અવસરે હિન્દુ-મુસ્લિમ સમાજ દ્વારા મળીને તાજિયા બનાવવાની અને ધાર્મિક કાર્યક્રમો યોજવાની પરંપરા ગામની ગંગા-જમુની સંસ્કૃતિને વધુ મજબૂત બનાવે છે.ધમલપરની આ પરંપરા એ સાબિત કરે છે કે ધાર્મિક વિવિધતા વચ્ચે પણ પરસ્પર પ્રેમ, સહકાર અને ભાઈચારાથી સમાજને વધુ મજબૂત અને સુખાકારી બનાવી શકાય છે. મહોરમ પર્વ નિમિત્તે ધમલપરમાં જોવા મળતી આ એકતા સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *