થલતેજ પોલીસ ચોકીનું ભવ્ય લોકાર્પણ: સુરક્ષા, જનસહભાગિતા અને વિશ્વાસનું નવું કેન્દ્ર
Views: 125
0 0
Read Time:2 Minute, 26 Second


અમદાવાદ:અમદાવાદ શહેરના બોડકદેવ પોલીસ સ્ટેશન અંતર્ગત થલતેજ પોલીસ ચોકીનું આજે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઝોન-7ના ડીસીપી શ્રી શિવમ વર્માની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ વિભાગના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો, સિનિયર સિટીઝન ગ્રુપના સભ્યો તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નવી પોલીસ ચોકીના લોકાર્પણ સાથે વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા વધુ સશક્ત બનશે અને નાગરિકોને પોલીસ સેવાઓ ઝડપી તથા સરળતાથી ઉપલબ્ધ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોને પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સમાજ અને જાહેર સેવા ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રસંગે પોલીસ અધિકારીઓએ નાગરિકોને વિસ્તારની સુરક્ષા, કાયદો-વ્યવસ્થા જાળવવા માટેની કામગીરી તેમજ સિનિયર સિટીઝનોની સુરક્ષા અંગે માહિતગાર કર્યા હતા.

સાથે જ વધતા સાયબર ગુનાઓથી બચવાના ઉપાયો અને જરૂરિયાત સમયે પોલીસ સહાય મેળવવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમે પોલીસ અને નાગરિકો વચ્ચેના સંવાદ, સંકલન અને પરસ્પર વિશ્વાસને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો. થલતેજ પોલીસ ચોકી વિસ્તાર માટે માત્ર એક નવી સુવિધા નહીં, પરંતુ સુરક્ષિત અને જવાબદાર સમાજ નિર્માણ તરફનું મહત્વપૂર્ણ પગલું સાબિત થશે તેવી લાગણી ઉપસ્થિતોમાં જોવા મળી હતી.
સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયેલા કાર્યક્રમના અંતે પોલીસ-પ્રજા ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *