ભૂલકાઓના ચહેરા પર સ્મિત, હાથમાં પુસ્તક અને આંખોમાં સપનાઓનું આકાશ સર્જતો શાળા પ્રવેશોત્સવ
Views: 57
0 0
Read Time:2 Minute, 28 Second

રિપોર્ટ : સંજયભાઈ નંદેસરીયા ચોટીલા, તા. 24 જૂન શિક્ષણ એ સમાજના વિકાસનો પાયો છે અને બાળપણમાં અપાતા યોગ્ય શિક્ષણથી જ ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થાય છે. આ વિચારને સાકાર કરતા થાનગઢ તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં આજે “કન્યા કેળવણી મહોત્સવ” અને “શાળા પ્રવેશોત્સવ”ની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાના હસ્તે નળખંભા, ખાખરાથળ અને કાનપર પ્રાથમિક શાળાઓમાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. બાળકોને શિક્ષણના મહત્વ વિશે સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું અને તેમના જીવનમાં જ્ઞાનના પ્રકાશથી સફળતાના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપવામાં આવી. કાર્યક્રમ દરમિયાન માર્ગ સલામતી, વ્યસનમુક્તિ અને વૃક્ષારોપણ જેવા સામાજિક સંદેશાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો. નાયબ કલેક્ટરે નાનકડા ભૂલકાઓ સાથે આત્મીય સંવાદ સાધતા તેમના સપનાઓ, અભ્યાસ પ્રત્યેની જિજ્ઞાસા અને ઉત્સાહને બિરદાવ્યા હતા. શાળા પ્રવેશોત્સવ માત્ર ઔપચારિક કાર્યક્રમ નથી, પરંતુ શિક્ષણ પ્રત્યે સમાજમાં જાગૃતિ લાવતું અને બાળકોમાં આત્મવિશ્વાસનું બીજ વાવતું અભિયાન છે.

સરકારી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ગામડાની શાળાઓમાં પહોંચી બાળકો સાથે સીધો સંવાદ કરે ત્યારે શિક્ષણ પ્રત્યે માતા-પિતાનો વિશ્વાસ વધુ મજબૂત બને છે. કન્યા કેળવણી મહોત્સવ દ્વારા દીકરીઓના શિક્ષણને મળતું પ્રોત્સાહન મહિલા સશક્તિકરણની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યું છે.બાળકોના ચહેરા પરનું સ્મિત, હાથમાં નવા પુસ્તકો અને આંખોમાં ઝળહળતા સપનાઓ એ દર્શાવે છે કે શિક્ષણનો આ ઉત્સવ ખરેખર આવનારા ભારતના સુવર્ણ ભવિષ્યની મજબૂત શરૂઆત છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *