કુવાડવા ગ્રામ મિડલ સ્કૂલમાં કન્યા કેળવણી મહોત્સવ યોજાયો: 850 વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે પ્રેરિત કરાયો
Views: 61
0 0
Read Time:2 Minute, 31 Second

રાજકોટ જિલ્લાના કુવાડવા ગામે પંચાયત સંચાલિત શ્રી કુવાડવા ગ્રામ મિડલ સ્કૂલ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. એલ.કે.જી.થી ધોરણ-12 સુધીના અંદાજે 850 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતી આ શાળા આસપાસના 30થી 40 ગામોના વિદ્યાર્થીઓ માટે શિક્ષણનું મહત્વનું કેન્દ્ર બની છે.
કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, સરપંચ શારદાબેન સંજયભાઈ પીપળિયા, પ્રમુખ સંજયભાઈ પીપળિયા સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, આગેવાનો, શિક્ષકો, વાલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને દફતર, પુસ્તકો અને બોલપેનનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે વધુ જાગૃત બનવા અને વાલીઓને બાળકોને ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચાડવા અપીલ કરી હતી. તેમણે શાળાના ઉત્તમ પરિણામો અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કાર્યરત શિક્ષકો તથા આચાર્યને અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો, સાંસ્કૃતિક અને મનોરંજક રજૂઆતો કરીને સૌનું મન મોહી લીધું હતું. શાળા પરિવાર દ્વારા ઉપસ્થિત મહેમાનોનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારમાં આવેલી કુવાડવા ગ્રામ મિડલ સ્કૂલ માત્ર શિક્ષણ જ નહીં પરંતુ ગુણવત્તાસભર શિક્ષણ અને સર્વાંગી વિકાસનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે. આસપાસના અનેક ગામોના વિદ્યાર્થીઓને એક જ સ્થળે ઉચ્ચ શિક્ષણની સુવિધા મળવી અને શાળાનું સતત સારું પરિણામ ગ્રામ્ય શિક્ષણ વ્યવસ્થાની સફળતાનો સકારાત્મક સંકેત છે.
તસવીર અહેવાલ: બાબુભાઈ ડાભી, રાજકોટ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *