બામણબોર ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં કન્યા કેળવણી મહોત્સવ: 100 ટકા પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન, વૃક્ષારોપણ પણ યોજાયું
Views: 57
0 0
Read Time:2 Minute, 9 Second

રિપોર્ટ બાબુભાઈ ડાભી રાજકોટ:રાજકોટ તાલુકાના બામણબોર સ્થિત ઉત્તર બુનિયાદી વિદ્યાલય અને કુમાર છાત્રાલય ખાતે કન્યા કેળવણી મહોત્સવ, શાળા પ્રવેશોત્સવ અને વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 9 થી 12 સુધી શિક્ષણ આપતી આ સંસ્થાના વિદ્યાર્થીઓએ તાજેતરમાં 100 ટકા પરિણામ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતું. ઉત્તમ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને ફૂલ અને શિલ્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના અધિકારીઓ, પ્રાંત અધિકારી, આરોગ્ય વિભાગના અધિકારીઓ, સી.આર.સી., તલાટી કમ મંત્રી, સ્થાનિક આગેવાનો, સરપંચો, શિક્ષકો, વાલીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ શિક્ષણના મહત્વ પર ભાર મૂકતાં વધુમાં વધુ બાળકોને શાળામાં દાખલ કરવા વાલીઓને અપીલ કરી હતી.

આ પ્રસંગે વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મીઠો લીમડો, બદામ, જામફળી, લીંબુડી સહિતના વિવિધ વૃક્ષોના રોપાઓ વાવી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો.ગ્રામ્ય વિસ્તારમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અને 100 ટકા પરિણામ શાળાની શૈક્ષણિક પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. વિદ્યાર્થી સન્માન અને કન્યા કેળવણી જેવા કાર્યક્રમો શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, જ્યારે વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો પણ સંદેશ આપવામાં આવ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *