યોગથી નિરોગી જીવનનો સંકલ્પ: વિશ્વ હિન્દુ પરિષદ નારણપુરા માતૃશક્તિની યોગ શિબિરમાં બહેનોનો ઉત્સાહભેર સહભાગ
Views: 31
0 0
Read Time:1 Minute, 59 Second

અમદાવાદ, તા. 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ નારણપુરા માતૃશક્તિ દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાસ્થ્ય, સકારાત્મકતા અને આધ્યાત્મિક ચેતનાનો સંદેશ આપતા આ કાર્યક્રમમાં બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને યોગને જીવનશૈલી બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.શિબિરમાં ઉત્તર ગુજરાત પ્રાંતના સહસંયોજિકા ચંદ્રિકાબેન પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેમના માર્ગદર્શન હેઠળ બહેનોએ વિવિધ યોગાસનો અને પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો.કાર્યક્રમમાં વિભાગ સંયોજિકા રંજનબેન ભાવસાર, જિલ્લા સંયોજિકા હેતલબેન ચોકસી તથા જિલ્લા સહસંયોજિકા જ્યોતિબેનની પણ વિશેષ હાજરી રહી હતી. વાડજ પ્રખંડની ભાવનાબેનના આયોજન અને સંકલન હેઠળ યોજાયેલી આ શિબિરમાં મોટી સંખ્યામાં બહેનોએ ઉત્સાહપૂર્વક સહભાગિતા નોંધાવી હતી.યોગ શિબિર દરમિયાન યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નિયમિત યોગાભ્યાસ દ્વારા તણાવમુક્ત અને નિરોગી જીવન જીવવાની પ્રેરણા આપવામાં આવી હતી.કાર્યક્રમના અંતે ઉપસ્થિત આગેવાનોએ યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો સંદેશ આપ્યો હતો. તમામ બહેનોએ સ્વસ્થ સમાજના નિર્માણ માટે યોગને અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *