રાણેકપરમાં હળવદ પોલીસનો દરોડોઃ ₹6.86 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે પ્રોહિબિશનનો મોટો કેસ નોંધાયો
Views: 139
0 0
Read Time:2 Minute, 27 Second

રિપોર્ટ સંજય નંદેસરિયા હળવદ : મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રાણેકપર ગામમાં હળવદ પોલીસે પ્રોહિબિશન વિરોધી અભિયાન હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે કરવામાં આવેલા દરોડામાં પોલીસે વિદેશી દારૂની 1,632 બોટલો કબજે કરી કુલ ₹6,86,052નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ વિરાગ કોરડિયા, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ તથા વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા દ્વારા પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. તે અનુસંધાને હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસને મળેલી ચોક્કસ બાતમી મુજબ રાણેકપર ગામના રહેવાસી અને સરપંચના પતિ રાજકુમાર ઉર્ફે રાજુ નવઘણભાઈ ઉડેચા પોતાની કબ્જા-ભોગવટાની દુકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી રાખ્યો હતો. પોલીસે સ્થળ પર દરોડો પાડી દુકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી કુલ 1,632 બોટલો જપ્ત કરી હતી.

આ મામલે આરોપી રાજકુમાર ઉર્ફે રાજુ નવઘણભાઈ ઉડેચા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીને ઝડપી લેવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. ગુજરાતમાં દારૂબંધી કાયદાનો કડક અમલ કરાવવા માટે પોલીસ દ્વારા સતત દરોડા અને દેખરેખની કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાણેકપર ગામમાં થયેલી આ કાર્યવાહી પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ સામે પોલીસની સતર્કતા અને કડક વલણને ઉજાગર કરે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *