કુંવરજીભાઈ બાવળિયાને 250 ફૂટની પાઘડી પહેરાવી ભવ્ય સન્માન : જીજ્ઞાસાબેન મેરેએ સમાજની એકતા અને શિક્ષણ પર ભાર મૂક્યો
Views: 71
0 0
Read Time:2 Minute, 29 Second

નવી દિલ્હી ખાતે અખિલ ભારતીય કોળી/કોરી સમાજ દ્વારા આયોજિત 12મું રાષ્ટ્રીય અધિવેશન ગૌરવ, એકતા અને સામાજિક જાગૃતિના માહોલમાં ભવ્ય રીતે યોજાયું હતું. કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઈન્ડિયા ખાતે આયોજિત આ ઐતિહાસિક અધિવેશનમાં દેશના વિવિધ રાજ્યોમાંથી સમાજના હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ, મહિલા આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અધિવેશન દરમિયાન અખિલ ભારતીય કોળી સમાજ રજીસ્ટર્ડ, નવી દિલ્હીના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઈ બાવળિયાનું 250 ફૂટ લાંબી પાઘડી પહેરાવીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ તેમના નેતૃત્વ અને સમાજના સંગઠન માટેના યોગદાનને બિરદાવ્યું હતું.અધિવેશનમાં સમાજના ઉત્થાન, સંગઠનની મજબૂતી, શિક્ષણનો વ્યાપ, યુવા સશક્તિકરણ અને ભવિષ્યની વિકાસયાત્રા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ

રાજ્યોમાંથી આવેલા પ્રતિનિધિઓએ પોતાના સૂચનો રજૂ કરીને સમાજને વધુ સશક્ત અને સંગઠિત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ જીજ્ઞાસાબેન મેરેએ જણાવ્યું હતું કે કુંવરજીભાઈ બાવળિયાના નેતૃત્વથી રાષ્ટ્રીય સ્તરે કોળી સમાજને નવી દિશા મળી છે અને સમગ્ર દેશનો કોળી સમાજ ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે સામાજિક એકતા, શિક્ષણ અને સંગઠનાત્મક શક્તિના માધ્યમથી જ સમાજનો સર્વાંગી વિકાસ શક્ય બની શકે છે. એકતાબદ્ધ સમાજ જ પ્રગતિનો સાચો આધાર બની શકે છે અને રાષ્ટ્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.
આ અધિવેશને સમાજમાં નવી ઊર્જા, સકારાત્મકતા અને ભવિષ્ય માટેનો સ્પષ્ટ માર્ગ દર્શાવ્યો હોવાનું ઉપસ્થિત આગેવાનોનું માનવું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *