મોટી વાવડીમાં ચોરીનો ભેદ ઉકેલાયો: મોરબી તાલુકા પોલીસે ઝડપ્યો છત્તીસગઢનો શખ્સ, લાખોનો મુદ્દામાલ કબજે
Views 41

મોરબી તાલુકાના મોટી વાવડી ગામની સીમમાં આવેલી વાડીમાંથી થયેલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં મોરબી તાલુકા પોલીસને સફળતા મળી છે. પોલીસે કાર્યવાહી દરમિયાન એક આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ચોરીમાં ગયેલો કિંમતી મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જાણવા મળે છે.
પોલીસના જણાવ્યા મુજબ, જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા અને આરોપીઓને ઝડપી પાડવા માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો.તપાસ દરમિયાન મોટી વાવડી ગામની ગુંદાવાડી સીમમાં આવેલી વાડીની ઓરડીમાંથી છત્તીસગઢ રાજ્યનો રહેવાસી વિજયસિંહ સુખવા જોગેશ ચોરી કરેલા દાણા વેચવાની ફિરાકમાં હોવાની માહિતી મળી હતી. આ માહિતીના આધારે પોલીસે તેને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં આરોપી પાસેથી ભારતીય બનાવટની વિવિધ પ્રકારની અંદાજે 2,019 કિલો વજનની છત્તીસ દાણાની હેરફેર સંબંધિત મુદ્દામાલ મળી આવ્યો હતો, જેની કિંમત અંદાજે ₹3.34 લાખ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. વાઢિયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એમ. સોઢાવા, પી.એસ.આઈ. ટી.વારી તથા સર્વેલન્સ સ્ટાફ અને મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી હતી.
પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. ચોરીની ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ વધી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!