સમૂહ લગ્ન: સંસ્કાર, સહકાર અને સમાજસેવાની સુવર્ણ પરંપરા
Views 176

અહેમદાબાદ મિત્ર ન્યુઝ હળવદ રિપોર્ટ: સંજય નંદેસરીયા મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રાણેકપર ગામે ઠાકોર સમાજ દ્વારા યોજાયેલ અગિયારમું સમૂહ લગ્ન આજના આધુનિક યુગમાં સમાજ માટે પેરણાસ્વરૂપ દીવો બની ઊભર્યું છે. મંદી અને મોંઘવારીના દોરમાં જ્યાં લગ્ન ખર્ચ ભારરૂપ બન્યો છે, ત્યાં ૨૪ નવદંપતિઓએ વડીલો અને સંતોના આશીર્વાદ સાથે પ્રભુતામાં પગલાં પાડી સાદગી, સંસ્કાર અને સહકારનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું.


વેલનાથ બાપુની પવિત્ર જગ્યાએ યોજાયેલા આ સમૂહ લગ્નમાં સમાજના દાતાઓના સહયોગથી દીકરીઓને કરિયાવર, મહાપ્રસાદ અને સન્માન મળ્યું—જે દર્શાવે છે કે દીકરી બોજ નથી, ગૌરવ છે. ૨૪ ગામોથી ઢોલ-શરણાઈ સાથે આવેલી જાનોએ ઉત્સવને લોકોત્સવમાં ફેરવી દીધો. સાધુ-સંતો, સામાજિક અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિએ આ આયોજનને વધુ ગૌરવશાળી બનાવ્યું.
આ પ્રસંગ માત્ર લગ્નનો નથી—આ છે સમાજની એકતા, યુવાનોની સ્વયંસેવક ભાવના અને સંસ્કૃતિની સુરક્ષા. જય વેલનાથ સમૂહ લગ્ન સમિતિ અને રાણેકપરના યુવાનોની નિષ્ઠાપૂર્વક મહેનતે સાબિત કર્યું કે, સાચું વિકાસ કામ—લોકોના જીવનમાં રાહત અને આશા લાવવું છે.
આજે જરૂર છે કે દરેક સમાજ સમૂહ લગ્નને પ્રોત્સાહન આપે. ખર્ચાળ દેખાડા નહીં, પરંતુ શિક્ષણ, આરોગ્ય અને ભવિષ્ય નિર્માણમાં બચતનું મૂલ્ય સમજીએ. સમૂહ લગ્ન એટલે સમાનતા, સંયમ અને સામૂહિક જવાબદારી -આજના યુગનો સાચો માર્ગ
આવો, રાણેકપરની પ્રેરણાને અપનાવીને સમૂહ લગ્નને સમાજ પરિવર્તનની ચળવળ બનાવીએ.
દીકરીઓ સુખી—સમાજ સમૃદ્ધ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
100 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!