હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાનું ઉષ્માભર્યું સ્વાગત
Views: 262
0 0
Read Time:1 Minute, 49 Second


રાજકોટ જિલ્લાના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે કેન્દ્રીય આરોગ્ય, શ્રમ અને રોજગાર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબનું આગમન થતા જ ભાજપ પરિવાર દ્વારા આત્મીય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ અવસરે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ, તાલુકા ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહીને ફૂલહાર, ખેસ અને શુભેચ્છાઓ સાથે મંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું.


મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબે કાર્યકરોને સંબોધતા જણાવ્યું કે, ગુજરાતે વિકાસ, રોજગાર અને જનકલ્યાણના ક્ષેત્રે દેશને નવી દિશા આપી છે અને આ માટે સંગઠનની એકતા અને કાર્યકરોની મહેનત મુખ્ય કારણ છે.
હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ જેવા આધુનિક પ્રોજેક્ટથી સૌરાષ્ટ્રના વિકાસને નવી ગતિ મળશે અને વેપાર-ઉદ્યોગ તેમજ પ્રવાસન ક્ષેત્રે વિશાળ તકો ઊભી થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી.
આ સ્વાગત કાર્યક્રમ દરમિયાન સમગ્ર વાતાવરણ ઉત્સાહ, સંગઠન શક્તિ અને વિકાસની ભાવનાથી ઓતપ્રોત જોવા મળ્યું હતું.

રિપોર્ટ બાબભાઈ ડાભી બામણબોર ચોટીલા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *