વૃક્ષ વાવો, વરસાદ લાવો: વાંકાનેરમાં હરિયાળા ભવિષ્ય માટે સંકલ્પ સાથે વૃક્ષારોપણ
Views 23

વાંકાનેર શહેરમાં પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના ઉદ્દેશ સાથે “વૃક્ષ વાવો, વરસાદ લાવો” અભિયાન અંતર્ગત શારદા વિદ્યાલય ખાતે વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. ભારતના વડાપ્રધાન Narendra Modiના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત પ્રદેશ ભાજપના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, જિલ્લા ભાજપ પ્રમુખ જેન્તીભાઈ રાજકોટીયા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, જિલ્લા મહામંત્રી ચતુરભાઈ મકવાણા, વાંકાનેર નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ વોરા, ઉપપ્રમુખ માધવીબેન દવે તેમજ નગરપાલિકાના સભ્યો અને ભાજપના કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મળીને વૃક્ષારોપણ કરી પર્યાવરણ

જાળવવાનો સંદેશ આપ્યો હતો. વક્તાઓએ જણાવ્યું હતું કે માત્ર એક દિવસ વૃક્ષ વાવીને ફોટોગ્રાફ પડાવવો એ પૂરતું નથી, પરંતુ વાવેલા વૃક્ષનું સતત જતન, સંવર્ધન અને ઉછેર કરવો એ સાચા અર્થમાં વૃક્ષપ્રેમીની ઓળખ છે. વૃક્ષો માત્ર પર્યાવરણને જ નહીં પરંતુ વરસાદ, શુદ્ધ હવા અને આવનારી પેઢીના સ્વસ્થ જીવનને પણ આધાર આપે છે.આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ લોકોને વર્ષમાં એક વખત નહીં પરંતુ બારેમાસ વૃક્ષારોપણ અને તેના સંરક્ષણ માટે આગળ આવવાની અપીલ કરી હતી. “વૃક્ષ વાવો, વરસાદ લાવો”નો સંદેશ માત્ર સૂત્ર ન રહે પરંતુ જનઆંદોલન બને અને હરિયાળું ગુજરાત નિર્માણ થાય તેવા સંકલ્પ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને ભાવિ પેઢી પ્રત્યેની કાળજીના આ પ્રયાસે વાંકાનેરમાં હરિયાળી અને જાગૃતિનો એક સકારાત્મક સંદેશ પ્રસરાવ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!