મોરબી મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનરની વોર્ડ નં. ૬માં કામગીરી: જવાબદારીપૂર્વકની મુલાકાત
Views: 68
0 0
Read Time:3 Minute, 38 Second

“‘સ્વચ્છતા વ્યવસ્થામાં લાવી શકે કાયમી સુધારો”‘

મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દ્વારા વોર્ડ નં. ૬ ની લેવાયેલી મુલાકાત માત્ર ઉચ્ચારિત પૂરતી ન રહી, પરંતુ વાસ્તવિક સ્થિતિનું મૂલ્યાંકન અને જવાબદારીની ચકાસણી તરફનું મહત્વપૂર્ણ પગલું કહી શકાય. મુલાકાત દરમિયાન સફાઈ કર્મચારીઓની હાજરીની ચકાસણી, વિવિધ સોસાયટીમાં સ્વચ્છતા વ્યવસ્થાની સમીક્ષા, રોહલાપીર દરગાહ પાસે આવેલા GVP પોઈન્ટની મુલાકાત તેમજ શહેરમાં ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

તે ઉપરાંત સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ખાટકીવાસ અને ગ્રીન ચોક વિસ્તારમાં પશુ નોંધણી કરાવનાર માલિકોની માહિતીની તપાસ તેમજ ધાર્મિક સ્થળો જેવી કે લક્ષ્મી માતાનું મંદિર અને પંચેશ્વર મહાદેવ ખાતે વ્યવસ્થાની સમીક્ષા કરાઈ હતી. જાહેરમાં પાણીનો બગાડ કરતા ઇસમો સામે દંડાત્મક કાર્યવાહી પણ કરાઈ હતી, જે જવાબદારીના અમલનું ઉદાહરણ કહી શકાય. વિશ્લેષણ: દેખાવ નહીં, જવાબદારીથી પરિણામ મળે શહેરમાં ઘણીવાર લોકોમાં એવી ફરિયાદો ઉઠતી હોય છે કે કાગળ ઉપર કામગીરી વધુ અને મેદાનમાં ઓછું દેખાય છે. પરંતુ જ્યારે જવાબદાર અધિકારીઓ જાતે મેદાનમાં ઉતરીને હાજરી ચકાસે, સ્થળ મુલાકાત કરે અને ખામી સામે તાત્કાલિક કાર્યવાહી કરે ત્યારે કામચોરી, સુસ્તી અને ગોટાળાબાજ તંત્ર ઉપર અંકુશ આવી શકે છે.

સફાઈ કર્મચારીઓ સમયસર હાજર રહે છે કે નહીં, કચરાના પોઈન્ટ ઉપર નિયમિત સફાઈ થાય છે કે નહીં, ડોર-ટુ-ડોર કલેક્શન અસરકારક છે કે નહીં – આવી બાબતોની નિયમિત મોનિટરિંગ થાય તો શહેરની અડધી સમસ્યાઓ આપમેળે ઘટી શકે છે. માત્ર એક દિવસની સરપ્રાઇઝ મુલાકાત કે દેખાવ પૂરતી કામગીરીથી નહીં, પરંતુ સતત અને કડક દેખરેખથી જ વાસ્તવિક બદલાવ શક્ય બને.
મોરબી માટે સકારાત્મક સંદેશ
મોરબી જેવા ઝડપથી વિકસતા શહેરમાં સ્વચ્છતા, ટ્રાફિક, પાણીનો બગાડ અને પશુઓના પ્રશ્નો મુખ્ય ચિંતાનો વિષય છે. જો અધિકારીઓ આ પ્રકારની મેદાની કામગીરી કાયમી ધોરણે, પ્રમાણિકતા અને જવાબદારી સાથે ચાલુ રાખે તો સામાન્ય નાગરિકોને સીધો લાભ મળી શકે છે.
“જાગ્યા ત્યારથી સવાર”ની કહેવત મુજબ હવે તંત્ર મેદાનમાં ઉતરતું દેખાઈ રહ્યું છે, પરંતુ નાગરિકોની અપેક્ષા માત્ર દેખાવ પૂરતી નહીં, સતત પરિણામ આધારિત કામગીરીની છે. અધિકારીઓ જો મોરબીના રહીશોના હિતને કેન્દ્રમાં રાખીને એલર્ટ મોડમાં કામ કરે તો મોરબી શહેર ખરેખર સ્વચ્છતા સાથે સમસ્યા મુક્ત શહેર બનવાની દિશામાં આગળ વધી શકે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *