ગરમાયો, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મુકેશ ગામીનું નિવેદન ચર્ચામાં
Views 39

મોરબી:મોરબીના મહેન્દ્રનગર વિસ્તારના વોર્ડ નં. ૦૩માં પાણીની સમસ્યાને લઈને બનેલા વોટ્સએપ ગ્રુપમાં થયેલી ચર્ચા બાદ વિવાદ વધુ વકર્યો હોવાનું સામે આવ્યું છે. પાણી પુરવઠાના મુદ્દે થયેલી ચેટ બાદ રાજકીય ટિપ્પણીઓ અને આક્ષેપ-પ્રત્યારોપો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા છે. આ સમગ્ર મામલે પૂર્વ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ ગામીએ પ્રતિક્રિયા આપતા કડક શબ્દોમાં જણાવ્યું કે, “મારા એકપણ કોંગ્રેસના કાર્યકરને દબાવી જુઓ, અમે ચૂંટણી હાર્યા છીએ, જિંદગી નહીં.” તેમણે વધુમાં પાણી મુદ્દે ચેતવણીભર્યા અંદાજમાં કહ્યું કે, “તમારામાં તાકાત હોય તો એક વખત પાણી બંધ કરી જુઓ, તમારા નળનો કાપું તો હું પટેલ નહીં.”આ નિવેદનો બાદ રાજકીય માહોલ ગરમાયો છે અને સ્થાનિક સ્તરે પાણી પુરવઠાના મુદ્દાને રાજકીય રંગ મળતો દેખાઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડિયોમાં મુકેશભાઈ ગામીએ ખોટી ધાક-ધમકીઓ ન આપવા પણ જણાવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

સ્થાનિક નાગરિકોમાં એવી ચર્ચા પણ ઉઠી છે કે ભાજપ-કોંગ્રેસની હારજીત વચ્ચે સામાન્ય મતદારોને અન્યાય ન થવો જોઈએ. પાણી જેવી પાયાની સુવિધા રાજકીય મતભેદોથી પ્રભાવિત ન થાય તેની જવાબદારી માત્ર ચૂંટાયેલા નગરસેવકોની જ નહીં પરંતુ જિલ્લા કક્ષાના વહીવટી અધિકારીઓ અને સરકારી તંત્રની પણ ગણાય છે. પ્રજાના કરમાંથી પગાર મેળવનાર સરકારી કર્મચારીઓએ નિષ્પક્ષતા અને જવાબદારી સાથે કામગીરી કરવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે.
પાણી જેવી મૂળભૂત સુવિધા રાજકારણથી ઉપર રહી, પ્રજાહિતમાં ઉકેલાય તે સમયની માંગ” – તેવી લાગણી સ્થાનિકોમાં જોવા મળી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!