ઝાલાવાડમાં વિકાસ ઉત્સવ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. ૫૩૯.૨૬ કરોડના વિકાસકાર્યો લોકાર્પણ કર્યા
Views 190

સુરેન્દ્રનગર : ઝાલાવાડની ધરતી પર વિકાસ ઉત્સવ ઉજવાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર ખાતે રૂ. ૫૩૯.૨૬ કરોડના ૩૩ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને શહેર-જિલ્લાના નાગરિકોને વિકાસની ભેટ આપી.


મુખ્યમંત્રી એ જણાવ્યું કે, પાણી પુરવઠા, માર્ગ, આરોગ્ય, શિક્ષણ અને શહેરી સુવિધાઓ દ્વારા લોકોના “ઈઝ ઓફ લિવિંગ”ને પ્રાથમિકતા આપવામાં આવી છે. વિકસી રહેલો સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ શહેર માટે નવું આકર્ષણ બનશે.
તેમણે ઉમેર્યું કે, વર્ષ ૨૦૦૫થી શરૂ થયેલી શહેરી વિકાસ યાત્રા નવા શિખરે પહોંચી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ છેલ્લા દોઢ દાયકામાં રૂ. ૬૬ હજાર કરોડ ફાળવાયા છે.


જિલ્લા પ્રભારી મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ કહ્યું કે, આ વિકાસ પ્રકલ્પો જનસુખાકારી માટે સરકારની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે. સી.સી. રોડ, રિવરફ્રન્ટ, નલ સે જલ યોજના અને અમૃત ૨.૦ જેવા પ્રોજેક્ટ્સ સુરેન્દ્રનગરનો નકશો બદલી નાખશે.
આ કાર્યક્રમમાં ધારાસભ્યો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!