મોરબી ફાયર વિભાગ એક્શન મોડમાં : ટ્રેનિંગ, ચેકિંગ અને ૨૧ નવા જવાનો સાથે સુરક્ષાનું કવચ વધુ મજબૂત
Views 165

રિપોર્ટર : સંજય નંદેસરિયા હળવદ:મોરબી શહેરમાં વધતા ઔદ્યોગિક વિકાસ, ઊંચી ઇમારતો અને વ્યાપારી સંકુલોની સંખ્યાને ધ્યાનમાં રાખીને મોરબી મહાનગરપાલિકા ની અગ્નિશમન શાખા હવે સંપૂર્ણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. માત્ર આગ બુઝાવવાની કામગીરી સુધી સીમિત ન રહી, ફાયર વિભાગ હવે “પ્રિવેન્શન અને પ્રીપેરેશન”ના મંત્ર સાથે શહેરમાં સુરક્ષાનું મજબૂત નેટવર્ક ઉભું કરવા તરફ આગળ વધી રહ્યું છે.

તાજેતરમાં ફાયર વિભાગ દ્વારા વિવિધ ઇન્ડસ્ટ્રીઝ, કોમ્પલેક્ષ અને સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટી અંગે વિશેષ તાલીમ કાર્યક્રમો યોજાયા હતા. એક ઇન્ડસ્ટ્રીઝમાં ૨૫ સ્ટાફને અને એક કોમ્પલેક્ષમાં ૦૯ કર્મચારીઓને ફાયર પ્રિવેન્શન અને ઇમરજન્સી સમયે કરવાના પ્રાથમિક બચાવ પગલાં અંગે તાલીમ આપવામાં આવી હતી.“ફાયર સેફ્ટી હવે માત્ર નિયમ નહીં, જરૂરિયાત”ફાયર વિભાગ દ્વારા શહેરની સમાજવાડી, કોમ્પલેક્ષ અને ઇન્ડસ્ટ્રીઝમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ તથા ફાયર NOCનું ચેકિંગ પણ હાથ ધરાયું છે. જે બિલ્ડીંગોમાં ફાયર NOC ન હતી, તેમને નોટિસ પાઠવી જરૂરી માર્ગદર્શન અને ગાઈડલાઈન આપવામાં આવી હતી.
આ અભિયાનનો સકારાત્મક પરિણામ પણ જોવા મળ્યો છે. અગાઉ અપાયેલી નોટિસોના પગલે અત્યાર સુધીમાં ૧૯૫ કોમ્પલેક્ષ અને ૩૮ સમાજવાડીઓએ ફાયર સેફ્ટી સિસ્ટમ સ્થાપિત કરી છે અથવા કામગીરી શરૂ કરી છે. આ આંકડો દર્શાવે છે કે હવે લોકો પણ આગ જેવી આપદાઓ સામે વધુ જાગૃત બની રહ્યા છે.

૨૧ નવા ફાયર ઓપરેટરોની ભરતીથી વિભાગને નવી તાકાત
વધતા કાર્યભાર અને મેનપાવરની અછતને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગે ૧૧ માસના કરાર આધારિત કુલ ૨૧ નવા ફાયર ઓપરેટરોની ભરતી કરી છે. આ ભરતી માત્ર કર્મચારીઓની સંખ્યા વધારવા માટે નહીં, પરંતુ શહેરની સુરક્ષા વ્યવસ્થાને વધુ ઝડપી અને અસરકારક બનાવવા માટે કરવામાં આવી છે. નવા નિમણૂક પામેલા તમામ જવાનોને આધુનિક ફાયર ફાઈટિંગ સાધનો, રેસ્ક્યુ ઓપરેશન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે વિશેષ તાલીમ આપવામાં આવી છે. ખાસ કરીને ઉનાળાની સિઝનમાં અને ઔદ્યોગિક વિસ્તારોમાં સર્જાતી આગની ઘટનાઓ સામે ઝડપથી પ્રતિસાદ આપવા માટે આ ટીમને સજ્જ બનાવવામાં આવી છે.“પ્રિવેન્શન” પર ભાર : બદલાતી કાર્યપદ્ધતિનું પ્રતિબિંબ
અગાઉ ફાયર વિભાગને માત્ર આગ બુઝાવતી ટીમ તરીકે જોવામાં આવતો હતો, પરંતુ હવે વિભાગની કામગીરીમાં મોટો પરિવર્તન જોવા મળી રહ્યો છે. હવે ફાયર વિભાગ આગ લાગ્યા પછી નહીં, પરંતુ આગ ન લાગે તે માટે પહેલેથી જ સક્રિય બન્યો છે. ફાયર ટ્રેનિંગ, સેફ્ટી ઓડિટ, NOC ચેકિંગ અને માર્ગદર્શન જેવી પ્રવૃત્તિઓ દર્શાવે છે કે વિભાગ હવે “સુરક્ષા સંસ્કૃતિ” વિકસાવવા તરફ આગળ વધી રહ્યો છે.PPE કીટ સાથે આધુનિક ફાયર ફાઈટિંગ તાજેતરમાં મોરબીમાં ૧૨ અલગ-અલગ સ્થળોએ આગ લાગવાના બનાવો અને ૦૧ રેસ્ક્યુ કોલ નોંધાયા હતા. તમામ બનાવોમાં ફાયર જવાનો PPE (Personal Protective Equipment) અને આધુનિક સાધનો સાથે તાત્કાલિક પહોંચી કામગીરી હાથ ધરી હતી.આ આધુનિક વ્યવસ્થા ફાયર જવાનોની સુરક્ષા વધારવા સાથે કામગીરીની કાર્યક્ષમતા પણ વધારી રહી છે.જનજાગૃતિ જ સૌથી મોટું હથિયાર ફાયર વિભાગનો મુખ્ય ઉદ્દેશ માત્ર આગ બુઝાવવાનો નથી, પરંતુ લોકોને ફાયર સેફ્ટી અંગે માહિતગાર કરવાનો છે. આગ જેવી દુર્ઘટનાઓમાં ઘણીવાર અજ્ઞાનતા અને બેદરકારી જાનહાનિનું કારણ બને છે. ત્યારે ફાયર વિભાગ દ્વારા આપવામાં આવતી તાલીમ અને માર્ગદર્શન ભવિષ્યમાં અનેક મોટી આપદાઓ અટકાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. કોઈપણ ઇમરજન્સી સમયે મોરબી ફાયર અને ઈમરજન્સી સર્વિસના નંબર ૧૦૧, ૧૧૨ અથવા (૦૨૮૨૨) ૨૩૦૦૫૦ પર સંપર્ક કરી શકાય છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!