ઉદ્ભવતા તારલાઓને મળ્યું માન: “The Rising Star” કાર્યક્રમમાં કલા અને સન્માનનો સુંદર સંગમ
Views: 83
0 0
Read Time:1 Minute, 46 Second


અમદાવાદ: હેત હેલ્પિંગ હેન્ડ્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ “The Rising Star” નામે ભવ્ય અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વાસણા વિસ્તારમાં આવેલ સ્ટુડિયોમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સિનિયર સિટીઝન તેમજ યુવા કલાકારોને સર્ટિફિકેટ, મેડલ અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન હેતલબેન પરીખ (પ્રશ્ના ઓનર્સ) દ્વારા રજૂ કરાયેલ સુંદર ગીતે હાજર સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને સમગ્ર માહોલને આનંદમય બનાવી દીધો હતો. આ કાર્યક્રમનું સફળ આયોજન હીનાબેન અને હેતલબેન દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ ક્ષેત્રના મહેમાનોને આમંત્રિત કરી તેમને માન-સન્માન આપવામાં આવ્યું હતું.
ટ્રસ્ટ દ્વારા વિવિધ કેટેગરીમાં જેમ કે “સુપર સિંગર”, “સુપર પર્ફોર્મન્સ” અને “સુપર ઓડિયન્સ સપોર્ટર” જેવા સર્ટિફિકેટ આપી પ્રતિભાશાળી લોકોની કદર કરવામાં આવી હતી. દરેક પરફોર્મન્સે ઓડિયન્સને મનોરંજન પૂરું પાડ્યું અને કાર્યક્રમને યાદગાર બનાવ્યો.
આ રીતે “The Rising Star” કાર્યક્રમ કલા, પ્રોત્સાહન અને સન્માનનો ઉત્તમ સમન્વય બની રહ્યો અને ઉપસ્થિત તમામ લોકો માટે એક ખુશનુમા અને પ્રેરણાદાયી અનુભૂતિ બની રહ્યો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *