ગરમીમાં માનવતા નો સ્પર્શ : ટ્રાફિક પોલીસ દ્વારા છાસ વિતરણ
Views: 64
0 0
Read Time:1 Minute, 51 Second

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ સદામ સૈયદ ગાંધીધામ:

ગાંધીધામ ખાતે વધતી ગરમી વચ્ચે માનવતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું છે.તા.4,5,2026 ના રોજ સીટી ટ્રાફિક પોલીસ સ્ટાફ તથા જિલ્લા ટ્રાફિક પોલીસ સ્ટાફ દ્વારા વિંગ્સ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ ના સહયોગથી ગાંધીધામના રોટરી સર્કલ ખાતે રસ્તા પર અવરજવર કરતા રાહદારીઓને ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું.
તપતા ઉનાળામાં જ્યાં સામાન્ય જનતા ગરમીથી હેરાન થઈ રહી છે, ત્યાં પોલીસ તંત્ર માત્ર કાયદો અને વ્યવસ્થા જ જાળવતું નથી પરંતુ માનવ સેવા પણ કરે છે તેવું આ પહેલથી સ્પષ્ટ થાય છે. છાસ વિતરણથી રાહદારીઓને તાત્કાલિક રાહત મળી અને લોકોમાં ખુશીની લાગણી જોવા મળી. પોલીસ તંત્ર આજે 24×7 એલર્ટ રહીને પોતાની ફરજ નિભાવતું હોવા સાથે સામાજિક જવાબદારી પણ નિભાવી રહ્યું છે. આવા સેવા કાર્યોથી પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બને છે અને જનતા-પોલીસ વચ્ચેનો સંબંધ પણ વધુ સુમેળભર્યો બને છે.

ગરમી જેવી કઠિન પરિસ્થિતિમાં આ પ્રકારના પ્રયત્નો માત્ર રાહત પૂરતા નથી પરંતુ સમાજમાં સહાનુભૂતિ અને સહકારનો સંદેશ પણ આપે છે. પોલીસનું આ માનવતાભર્યું પગલું ખરેખર પ્રશંસનીય છે અને અન્ય સંસ્થાઓ માટે પ્રેરણારૂપ બની શકે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *