મોરબી LCBની મોટી કાર્યવાહી: ટ્રક ટ્રેલરની ચેસીસમાં છુપાવેલ 20.87 લાખનો વિદેશી દારૂ-બીયર જથ્થો જપ્ત, એક આરોપી ઝડપાયો
Views 133

મોરબી જિલ્લામાં દારૂના ગેરકાયદે વેપાર સામે ક્રાઇમ બ્રાંચે મોટી સફળતા મેળવી છે. તા. 03 મે 2026ના રોજ મોરબી LCB અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે સંયુક્ત કામગીરીમાં મોરબી-હળવદ રોડ પર આંદરણા ગામ પાસે ભેરૂનાથ હોટલની બાજુમાં વાહન ચેકિંગ દરમિયાન ટ્રક ટ્રેલરમાંથી ભારે માત્રામાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો પકડી પાડ્યો હતો.
ખાનગી બાતમીના આધારે GJ39TA-2090 નંબરની ટ્રક ટ્રેલર રોકી તપાસ કરતા તેની ચેસીસમાં ખાસ બનાવેલ ચોરખાનામાંથી 4608 બોટલ વિદેશી દારૂ તથા 96 બિયર ટીન મળી આવ્યા હતા. પોલીસએ કુલ રૂ. 20,87,072નો મુદામાલ કબજે કર્યો હતો, જેમાં ટ્રક ટ્રેલર પણ સામેલ છે.
આ કાર્યવાહી દરમિયાન ધનારામ પુનમારામ ચૌધરી (રહે. બાડમેર, રાજસ્થાન)ને ઝડપવામાં આવ્યો છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.

જપ્ત કરાયેલા માલમાં ગ્રીન લેબલ બ્લેન્ડ વિસ્કી, વિન્ટેજ જામુન વોડકા અને કાલ્સબર્ગ બિયરનો સમાવેશ થાય છે. આરોપીઓ ટ્રકની ચેસીસમાં ગુપ્ત ખાનું બનાવી ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરતા હોવાની વિગતો સામે આવી છે.
આ સમગ્ર કામગીરી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઈ. આર.સી. ગોહિલના માર્ગદર્શન હેઠળ PSI બી.ડી. ભટ્ટ, PSI વી.જી. માલાણી તથા સ્ટાફે પાર પાડી હતી.
મોરબી પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!